મંછાનગરમાં 50 હજારની ઉઘરાણી કરી બે સગા ભાઇને ફઇના દીકરાએ ગાળો આપી માર માર્યો
માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા મંછાનગરમાં રહેતા મનિષભાઇ વિનોદભાઈ ચારલા (કોળી) (ઉ.વ. 25)અને તેમના ભાઈ સંજય પાસેથી 50 હજારની ઉઘરાણી કરી બંને પર ફઈના દીકરા રવિ મનજી ભોણીયા અને મનીષ મનજીભાઈ ભોણીયાએ લોખંડના સળિયાનો ઘા ઝીંકી અને સંજયને ઢીકા પાટુનો મારમારતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મનીષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.12/07/2025 ના રોજ પોલીસ કમીશ્નર કચેરી ખાતે કરેલી અરજીમાં સામાવાળા રવિ મનજીભાઇ ભોણીયા અને મનિષ મનજીભાઈ ભોણીયા વિરુધ્ધ ફરિયાદ કરી હતી.ગઇ તારીખ 08/07ના રોજ બપોરે હું મારા ઘરે હતો ત્યારે મારા મોટા ભાઇ સંજયભાઇને આ રવિ મનજીભાઈ ભોણીયા ફોન કરી અહીં પાનના ગલ્લે આવ તારુ કામ છે એમ કહી ઘરે બોલાવતો હતો જેથી મારો ભાઈ રવિ તથા હું પાનના ગલ્લે જતાં આ રવિ ભોણીયાએ મારા ભાઇ સંજયને કહેલ કે તે પ્રેમ લગ્ન કરેલ છે તો તારે મને મને પચાસ હજાર રૂૂપિયા આપવા પડશે નહીતર હું તને હેરાન નહી કરુ. મારા ભાઇ સંજયે કહેલ કે મારી પાસે પૈસા નથી એમ કહી અમો ઘરે આવતાં રહેલ હતાં.
બાદમાં સાંજના રવિ તથા મનીષભાઈ બંને મારા ઘરની બહાર આવતાં અમોને લાગેલ કે આ બંને લોકો અમારી સાથે ઝધડો કરશે જેથી અમોએ ઘરનો દરવાજો બંધ કરી દેતાં આ બંને લોકો રાડો પાડી ગાળો બોલવા લાગેલ હોય જેથી પરીવારના લોકો કંટાળી ઘરની બહાર આવી સમજાવવા જતાં આ રવિ મનજીભાઇ ભોણીયાએ પોતાની પાસે રહેલ લોખંડના સળીયો મને કપાળના ભાગે મારેલ તથા તેમના ભાઇ મનીષભાઇએ મારા ભાઇ સંજયને તથા વિષ્ણુને શરીરે ઢીકા પાટુનો મૂંઢ માર મારેલ હતો અને આ બંને લોકો મને તથા મારા પરીવારને ગાળો બોલી તમે રાજકોટમાં કેમ રહો છો તે જોઇ લેશુ કહી ધમકી આપી હતી.આ દરમ્યાન મારા ભાઇ સંજયે 100 નંબરમાં ફોન કરતાં પી.સી.આર. આવી જતાં આ રવિ તથા મનીષભાઇ મનજી ભાઇ ભોણીયા બંને ભાઈઓને પી સી આર. માં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા. આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.