ઉપલેટાના મોટીપાનેલી ગામે મહિલા સંચાલિત જુગાર ક્લબ ઉપર દરોડો, 13 મહિલાની ધરપકડ
શ્રાવણીયા જુગારમાં રોકડી કરવા ઘરે જ જુગારક્લબ શરુ કરી હતી,પોલીસ દરોડાથી નાસભાગ
ઉપલેટાના મોટી પાનેલી ગામે પ્લોટ વિસ્તારમાં કે.જે.પટેલ હાઈસ્કુલની બાજુમા એક મહીલા સંચાલિત જુગારકબલ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતી 13 મહિલાની ધરપકડ કરી રૂૂ.20 હજારની રોકડ કબજે કરી હતી.
મળતી વિગતો મુજબ ઉપલેટાના મોટી પાનેલી ગામે પ્લોટ વિસ્તારમાં કે.જે.પટેલ હાઈસ્કુલની બાજુમા રહેતી જયોતીબેન રજનીશભાઈ વિનોદભાઈ ચોટાઈ પોતના ઘરે જુગાર ક્લબ ચલાવતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં જુગાર રમતી જ્યોતિબેન ઉપરાંત લીલાબેન જેન્તીભાઈ લાધાભાઈ પાચાણી (ઉ.વ.68 રહે.મોટી પાનેલીગામ,સવજી પાર્ક), ગીતાબેન મુકેશભાઈ કરશનભાઈ વડેચા (ઉ.વ.40 રહે.મોટી પાનેલી ગામ,પંચશીલ સોસાયટી), કાશ્મીરાબેન રાજેશભાઈ લવજીભાઈ વીરાણી (ઉ.વ.32 રહે.મોટી પાનેલીગામ, કે.જે.પટેલ હાઈસ્કુલ બાજુમાં), મીનાબેન ચેતનભાઈ બાબભાઈ ભીમજીયાણી (ઉ.વ.45 રહે.મોટી પાનેલી ગામ, ચોરા પાસે), રશ્મીબેન રાજેશભાઈ જેન્તીભાઈ શીંગાળા (ઉ.વ.45 રહે.મોટી પાનેલીગામ,રામ મંદીર પાસે),હેતલબેન જીજ્ઞેશભાઈ રશ્મીભાઈ તન્ના (ઉ.વ.35 રહે.મોટી પાનેલી ગામ, સ્વામીનારાયણ મંદીર પાસે), નિર્મળાબેન મનોજભાઈ જેન્તીલાલ મેતા (ઉ.વ.50 રહે.મોટી પાનેલી ગામ, ભાભા ચોક) રીટાબેન રાજનભાઈ ગોરધનભાઈ સોજીત્રા (ઉ.વ.39 રહે.મોટી પાનેલી ગામ,મોહન બાપાના પુતળા પાસે), નિર્મળાબેન જેન્તીભાઈ વજેરામભાઈ દવે (ઉ.વ.48 રહે.મોટી પાનેલી ગામ,રાધે એપાર્ટમેન્ટ ત્રીજા માળે) હીનાબેન શૈલેષભાઈ મનસુખભાઈ માણાવદરીયા (ઉ.વ.41 રહે.મોટી પાનેલી ગામ, પંચશીલ સોસાયટી), સોનલબેન જીગરભાઈ રાજેશભાઈ ખાખરીયા (ઉ.વ.30 રહે.મોટી પાનેલીગામ,લીમડા ચોક) અને ભારતીબેન હરેશભાઈ બાબુભાઈ મુળશા (ઉ.વ.37 રહે.મોટી પાનેલી ગામ,લેઉઆ પટેલ સમાજ પાસે)ની ધરપકડ કરી રોકડા રૂૂ.20,750 કબજે કર્યા હતા.