For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલામાં ગેરકાયદે ખાણ ખનીજના ધંધા પર દરોડા: 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

03:33 PM Mar 06, 2025 IST | Bhumika
ચોટીલામાં ગેરકાયદે ખાણ ખનીજના ધંધા પર દરોડા  1 20 કરોડનો મુદ્દામાલ જપ્ત

Advertisement

અધિકારીની રેકી વાળુ એક વોટ્સએપ ગ્રૂપ પણ ઝડપાયું: પ્રાંતની કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ

ચોટીલા પ્રાત અધિકારી દ્વારા ગેર કાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરનારા ઉપર તવાઈ હાથ ધરવામાં આવી છે જેઓએ છેલ્લા કેટલાક દિવસોથી ઘોસ બોલાવતા કરોડના વાહનો અને દંડ ફટકાર્યો છે ગત રાત્રે ચોટીલા રાજકોટ હાઇવે અને ગ્રામ્ય રૂૂટો ઉપર ચેકીંગ હાથ ધરતા પાચ વાહનો સહિત 1,20,85,444 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા રાત્રે 08:00 વાગ્યાથી 01:00 વાગ્યા દરમ્યાન ચોટીલા-રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોલડી તથા આપા ગીગા ના ઓટલો, સાંગાણી પુલ પર તેમજ મઘરીખડા ગામ તરફનાં હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રીતે ઓચિંતી ખાનગી રાહે રેડ પાડતા રોયલ્ટી પાસ વગરના તેમજ સાથે સાથે ઓવર લોડેડ તેમજ અનઅધિકૃત ખનિજનું વહન કરતા કુલ-5 ટ્રક તેમજ રેકી માટે ઉપયોગમાં લેવામાં આવતા મોબાઈલ ઝડપી પાડયા હતા. પકડાયેલા જથ્થો, વાહનો સહિતના મુદ્દામાલ ની કુલ રકમ રૂૂ.1,20,85,444/- અંકે રૂૂપિયા એક કરોડ વીસ લાખ પંચ્યાસી હજાર ચારસો ચુંમાલીસ પુરા થાય છે જે તમામ ટ્રકનું વે-બ્રીજ ખાતે વજન કરી, તમામ ટ્રકને જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે મુકીને ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઇનિંગ, ટ્રાન્સ્પોર્ટેશન અને સ્ટોરેજ રૂૂલ્સ 2017 ના નિયમોના નિયમ-14 થી અમોને મળેલ સત્તા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

તેમજ આ રેડ દરમ્યાન ઘણાબધા ટ્રક-ડમ્પર રસ્તાઓ પર ખાલી કરીને નાસી છુટ્યા હતા. તેમજ જપ્ત કરેલ મોબાઈલ માંથી સમગ્ર રેડ દરમ્યાન ડેપ્યુટી કલેક્ટર, ચોટીલાની પળેપળની રેકી કરીને માહિતી નાખેલ હોવાનું પણ બહાર આવેલ છે.અને આવા ગૃપમાં અપડેટ આપતા અને રાખતા ખનીજ માફિયાઓ વિરૂૂધ્ધ મળી આવેલા પુરાવાઓના આધારે પણ સખ્ત કાર્યવાહી હાથ ધરાશે તેવું જાણવા મળ્યું છે. પ્રાત અધિકારી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પકડવામાં વાહનો ઉપર થી સાબિત થાય છે કે ખનીજ માફિયાઓ દિવસ કરતા રાત્રીનાં સમયે વધુ સક્રિય બને છે. અને હાઇવે ઉપર કહેવાતા પોલીસ, આરટીઓ અને ખનીજ વિભાગ ના પેટ્રોલીંગ ઉપર પણ શંકા જનક સવાલ ઉભા કરે છે.

જપ્ત કરેલ ડમ્પરની યાદી

GJ.13.AX..5267 અજયસિંહ અગરસંગ પરમાર મું.નવી મોરવાડ તા.ચુડા (સાદી રેતી)
GJ.13.AX.4242 કરશનભાઈ લગધીરભાઈ લુણી મું. પીયાવા તા.ચોટીલા (સાદી રેતી)
GJ.13.AW.2006 ભરતભાઈ ચાંપરાજભાઈ બોરીચા મું.થાનગઢ તા.થાનગઢ(કાર્બો.સેલ- કોલસો)
ગક.06.અ.6503 મહેશભાઈ મંગળુભાઈ ખવડ મું. નવાગામ (જશાપર) તા.સાયલા(સાદી રેતી) GJ.10.TX.7551 શૈલેશભાઈ ગમારા મું.રાજકોટ (સાદી રેતી), મોબાઈલ નંગ-3 મળી કુલ રૂૂ. 1.20.85.444 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement