રાજકોટ-અમદાવાદ હાઇવે પર હોટલમાં દરોડા: લાખોનો જવલનશીલ પદાર્થ ઝડપાયો
12:07 PM Apr 08, 2025 IST | Bhumika
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન એક હોટલમાંથી લાખો રૂૂપિયાનો જવલનશીલ પદાર્થ મળી આવ્યો છે.
Advertisement
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર જય દાણા બાબા નામની હોટલમાંથી જવલનશીલ પદાર્થ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ચેકિંગ કર્યું હતું.
ચેકિંગ દરમિયાન આ હોટલમાં જવલનશીલ પદાર્થ રાખવાનાં ત્રણ ટાંકા ઝડપી પાડયાં હતાં.
પ્રાંત અધિકારીની ટીમે હોટલમાં તપાસ કરી જવલનશી પદાર્થ રાખવામાં આવેલ ત્રણ ટાંકા સાથે કુલ રૂૂપિયા 38,71,500 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement