કેવડાવાડીમાં મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો: બે મહિલા સહિત 6 પકડાયા
04:58 PM Mar 01, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના કેવડાવાડીમાં મકાનમા ધમધમતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા બે મહીલા સહીત 6 શખસોને રૂા.11400ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. જયારે દરોડા દરમિયાન એક શખ્સ નાશી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ ગતરાતે નાઇટ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કેવડાવાડી શેરી નં.1/18 ખાતે કોમલ ક્રિએશનની બાજુમાં રહેતો રવી બાલાસરા પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મકાન માલીક રવિ જેઠુભાઇ બાલાસરા, ઉપરાંત જયરાજ શરદકુમાર વાઘેલા, પ્રતિક રમેશભાઇ પાટડીયા, ભાવેશ જયંતીભાઇ જોબનપુત્રા, જસુબેન વિજયભાઇ કક્કડ અને પુર્વીબેન નીતીનભાઇ વડગામાને ઝડપી લઇ પટમાંથી રૂા.11400ની રોકડ કબજે કરી હતી. જયારે દરોડા દરમિયાન આરોપી અલ્પેશ ગુણવંતરાય ગાંધી નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement