ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલના નાના સખપર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો; છ શખ્સોની ધરપકડ

01:27 PM Sep 09, 2025 IST | Bhumika
Advertisement

રૂા.3.36 લાખની રોકડ સહિત 5.61 લાખનો મુદ્દામાલ કબજે: જિલ્લામાં ત્રણ અન્ય જુગારના દરોડામાં 2.47 લાખના મુદ્દામાલ સાથે 14 શખ્સો ઝડપાયા

Advertisement

રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્ણ થયા છતાં જુગારના નાના મોટા પાટલાઓ શરૂ છે ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગોંડલના સુલતાનપુર નજીક નાના સખપર ગામની સીમમાં ફાર્મ હાઉસમાં જુગાર કલબ ઉપર દરોડો પાડી છ શખ્સોની ધરપકડ કરી રૂા.3.36 લાખની રોકડ સહિત 5.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ જુગારના અન્ય ત્રણ દરોડામાં 2.47 લાખના મુદ્ધામાલ સાથે 11ની ધરપકડ કરવામાં આવી છે.

સુલતાનપુરના નાના સખપર ગામે આવેલ નરેશભાઈ બાબુભાઈ હિરાપરા (રહે.કમઢીયાની વાડી)માં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે દરોડો પાડી વાડી માલીક નરેશ બાબુ હિરપરા ઉપરાંત કમઢીયા ગામના હિતેશ ભગવાનજી કોટડીયા, ગોંડલ પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતાં મનસુખ વલ્લભ વીરપરીયા, કમઢીયાના પ્રકાશ મુળજી શિયાણી, રમેશ કેશુભાઈ રાદડિયા અને સંદીપ મનજી શિયાણીની ધરપકડ કરી રૂા.3.36 લાખની રોકડ સહિત રૂા.5.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય દરોડામાં ભાડલાના દહેસરા ગામે રહેતા ભનુ કડવા સોસાના મકાનમાં જુગાર રમતા ભનુ ઉપરાંત વિભા,વાસુભાઈ કુવાડીયા, અરવિંદ જેરામ હદાણી, રણજીત અમુભાઈ ધાધલ, લક્ષ્મણ વાઘાભાઈ મકવાણાની ધરપકડ કરી 14 હજારની રોકડ કબજે કરી હતી. જ્યારે ગોંડલના અનિડા ગામે નિતીન પરબત આહીરની વાડીમાં જુગાર રમતા નિતીન ઉપરાંત રાજેશ ભગવાનજી વામજા, મુકેશ હરીભાઈ મકવાણા, શૈલેષ પ્રવિણ આહીર, ક્રિપાલ જયંતિભાઈ ડાભી અને ભરત ભનુ કોળીની ધરપકડ કરી 42 હજારની રોકડ સહિત 2.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્રીજા દરોડામાં ગોંડલ શહેરનાં માર્કેટીંગ યાર્ડ પાસે વરલીનો જુગાર રમતાં સિદીક હુસેન સોટા, મહેશ લાલજી સાપરીયાની ધરપકડ કરી પુછપરછમાં કપાત જીકર ઉમર મતવા પાસે કરાવતાં હોવાનું ખુલ્યું હતું. જેમાં 21 હજારની રોકડ સહિત 41 હજારનો મુદ્ધામાલ કબજે કર્યો હતો.

Tags :
crimegambling clubgondalgondal newsgujarat news
Advertisement
Next Article
Advertisement