For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયા

12:10 PM Apr 25, 2025 IST | Bhumika
ગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો  10 જુગારી ઝડપાયા

1 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે, રાજકોટ, મોરબી, જામનગર અને ગોંડલના શખ્સો જુગાર રમવા આવ્યા હતાં

Advertisement

ગોંડલના ગોમટા ગામની સીમમાં ફામહાઉસના મકાનમાં ચાલતી જુગાર ક્લબ ઉપર પ્રોબેશન આઈપીએસ ડો. નવીન ચક્રવતિએ દરોડો પાડી જુગાર રમતા અમરેલી, જામનગર, રાજકોટ અને ગોંડલના 10 જેટલા જુગારીઓની ધરપકડ કરી હતી. દરોડામાં એક લાખની રોકડ સહિત રૂા. 1.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ ગોંડલના ગોમટા ગામની સીમમાં આવેલ રમણીકભાઈ ભુતના ફામહાઉસના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગોંડલના પ્રોબેશન આઈપીેએસ ડો. નવીન ચક્રવતિ અને તેમની ટીમે દરોડોપાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા રાજકોટના હસનવાડીમાં રહેતા હસમુખ લવજીભાઈ લાજા, જામનગર જોડિયાના રસનાળ ગામના રમેશ શામજી જીવાણી, રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા રાજુ દેવકરણ રાજદેવ, બાબરાના કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા દિલીપ ચંદુ જસાણી, મોરબીના વાવડી ચોકડી પાસે રહેતા ઈસ્માઈલ જીવાભાઈ વકાલિયા, રાજકોટના દુધસાગર રોડ ઉપર આકાશદીપ સોસાયટીમાં રહેતા હરેશ દયાળજીભાઈ સુચક, મોરબીના નીઝામ કરીમ ઝેડા, રાજકોટના લક્ષ્મીવાડીના ભાવેશ પ્રતાપગીરી ગોસાઈ મોરબીના ધુનડા રોડ ઉપર રહેતા કૌશિક હરજીવન મેરજા અને ગોંડલના મયુરસિંહ ઉર્ફે મહીપતસિંહ બાબભાઈ ઝાલાની ધરપકડ કરી રૂા. 1 લાખની રોકડ અને મોબાઈલ સહિત 1.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં પોલીસે જુગારીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement