For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડ

11:54 AM Aug 07, 2025 IST | Bhumika
શાપર વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો  સાતની ધરપકડ

શાપર (વેરાવળ બંશીધર ઇન્ડસ્ટ્રીજમા ઓમ એન્ટર પ્રાઇજ નામના કારખાનામા પોલીસે દરોડો પાડી સાત શખસોને ઝડપી લઇ રૂ. 2.13 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

Advertisement

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ પોલીસ અધિક્ષક હિમકરસિંહે દારૂ તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને શાપર (વે.) પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.રાણા ની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો પો.સ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અલ્પેશભાઇ ડામસીયાને મળેલ હકકીત આધારે શાપર (વે) બંશીધર ઇન્ડસ્ટ્રીજમા ઓમ એન્ટર પ્રાઇજ નામના કારખાનામા વૈભવભાઇ રાજેશભાઇ ભાલોડી પોતાનાં કારખાનામા બહારથી માણસો બોલાવી જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા કારખાનાનાં માલીક વૈભવભાઇ રાજેશભાઇ ભાલોડી (રહે.ગોંડલ, રામેશ્વર પાર્ક ) ભાઇલાલ કલ્યાણજી કરડાણી (રહે.ગોંડલ મુરલિધર રેસીડેન્સી ડી-9 ગોંડલ ) ડેનીશભાઇ ચંદુભાઇ ડેડકીયા (રહે.રાજકોટ સ્પીડવેલ પાર્ટીપ્લોટ ચોક,અંબીકા ટાઉન શીપ,સત્યજીત સોપાનની બાજુમા,એ-604,રાજકોટ) નીલેશભાઇ મનસુખભાઇ ઢોલરીયા (રહે.જસદણ ગીતાનગર,વીવેકાનંદ સ્કુલ પાસે ) અભયભાઇ દિનેશભાઇ ગોળ (રહે.પ્રેમગઢ તા-જેતપુર) રવીભાઇ મહેશભાઇ વેકરીયા (રહે.ત્રાકુડા તા-ગોંડલ) અને લક્ષમણભાઇ રણછોડભાઇ મકવાણા (રહે.જસદણ ગઢડીયા રોડ,મણીનગર તા-જસદણ ) ની ધરપકડ કરી રોકડ રૂૂ.79,900/ મોબાઇલ ફોન નંગ-7 કિે.રૂૂ 1,34,000 સહીત ફુલ કિ.રૂૂ.ર,13,900 નો મુદામાલ કબજે કર્યો હતો.

શાપર વેરાવળ પોલીસ મથકનાં પીઆઇ આર.બી.રાણા તથા પીએસઆઇ વી.જી.જેઠવા તથા એ.એેસ.આઇ દિવ્યરાજસિહ સરવૈયા તાથા મયુરસિહ જાડેજા તથા પો.હેઙ.કોન્સ જયદીપસિંહ વાઘેલા તથા રાજેશભાઇ બાયલ તથા વીરમભાઇ ભીંભા તથા દીનેશભાઇ ખાટરીયા તથા પો.કોન્સ અલ્પેશભાઇ ડામસીયા તથા જગશીભાઇ ઝાલા તથા લગધીરસિહ જાડેજા તથા વીમલભાઇ વેકરીયા તથા દીવ્યશેભાઇ શામળા તથા મનસુખભાઇ ચૌહાણે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement