લોધિકાના રાવકી ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 7ની ધરપકડ
લોધીકાના રાવકી ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમ ત્રાંટકી હતી. જ્યાંથી જુગાર રમતા રાજકોટના 6 સહિત વાડીમાલીકને જુગાર રમતા ઝડપી લઈ રૂા. 3.30 લાખની રોકડ સહિત રૂા. 16.35 લાખનો મુદ્દામાલ એલસીબીએ કબ્જે કર્યો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટ નજીક લોધીકાના રાવકી ગામે રહેતા ખોડાભાઈ બાબુભાઈ ખાચરાના વાડીમાં જુગાર ક્લબ ચાલતી હોવાના બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. વાડીના મકાનમાં જુગાર રમતા વાડી માલીક રાવકીના ખોડાભાઈ ખાચરા ઉપરાંત ભૂપેન્દ્રસિંહ બોદુભા જાડેજા તેમજ રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર રહેતા ધવલ ઘુસાભાઈ સખિયા, ઉમિયા ચોક રાધે હોટલ પાસે જલજીત સોસાયટીમાં રહેતા ગૌતમ વિનુભાઈ લંગારિયા, બાપા સીતારામ ચોક શ્રી પેલેસમાં રહેતા ધવલ મનજીભાઈ ગેડિયા, રૈયા ગામમાં રહેતા કાનજીભાઈ કાળુભાઈ બાંભવા તેમજ મવડીના મંગલ પાર્કમાં રહેતા દિનેસભાઈ પુનાભાઈ પાનસુરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જુગાર ક્લબમાંથી પોલીસે રૂા. 3.30 લાખની રોકડ, 9 મોબાઈલ, અને વાહનો મળી રૂા. 16.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલના સ્ટાફના કે.એમ. ચાવડા, પી.એમ. ટોટા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, વકારભાઈ આરબ, ભગીરથસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી, ભાવેશભાઈ મકવાણા અને પ્રકાશભાઈ પરમારે કામગીરી કરી હતી.