ઉપલેટાના ગણોદ ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો,સૌરાષ્ટ્રના 6 જુગારીઓની ધરપકડ
રૂા.1.80 લાખની રોકડ સહિત રૂા.5.21 લાખનો મુદ્દામાલ કબજે: દરોડામાં વાડીમાલિક સહિત 8 શખ્સો ફરાર
ઉપલેટાના ગણોદ ગામની સીમમાં વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જૂનાગઢ, જામજોધપુર, જામનગર અને રાજકોટ જીલ્લાના 6 જુગારીઓની ધરપકડ કરી રૂૂ.1.80 લાખની રોકડ સાહિર રૂૂ.5.21 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં 8 જુગારી ભાગી ગયા હતા તેની શોધખોળ કરવામાં આવી છે.
ઉપલેટાના ગણોદ ગામની સીમમાં નાગપાલ ઉર્ફે નગો નાજા જલુ અને કારા દેવશી મારુ પોતાની વાડીમાં જુગારક્લબ ચલાવતો હોવાની બાતમને આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગારકબલ ચાલવતા કારા દેવશી મારુ (રહે.સમેગા, માણાવદર), ગોપાલ ભક્તિરામ અગ્રાવત (રહે. સરધારપુર, બસસ્ટેન્ડ સામે,જેતપુર), ભાવીન રમણીક મહેતા (રહે. અમરાપર, જામજોધપુર), હનીફ કાસમ સીડા (રહે. અમરાપર, જામજોધપુર), નિલેશ રાજા ડાંગર (રહે. નવાગઢ પટેલ ચોક, જેતપુર) અને પ્રકાશ મનસુખ સુખાનંદી (રહે. સમેગા ગામ, માણાવદર)ની ધરપકડ કરી રોકડ રૂૂ.1.80 લાખ, ઈક્કો કાર અને પાંચ બાઈક મળી કુલ રૂૂ.5.21 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન જુગારી નાગપાલ ઉર્ફે નગો નાજા જલુ (રહે. ગણોદ, ઉપલેટા), કાનો રબારી (રહે. જુનાગઢ), દીલીપ સવદાસ ખુંટી (રહે.અમરાપુર, જામજોધપુર), ભીખુ મેર (રહે. તરખાય, પોરબંદર), અશોક ભનુ કોળી (રહે. અમરાપુર, જામજોધપુર), રણજીત ઉર્ફે રણીયો રામદે ખુંટી (રહે. અમરાપુર, જામજોધપુર), જયેશ મનજી પાદરીયા (રહે. નવાગઢ, જેતપુર) અને ભરત ઉર્ફે બટુરી કોળી (રહે. પીઠડીયા, જેતપુર) નાસી છૂટતાં તેની શોધખોળ આદરી હતી.પકડાયેલ કારો અને ફરાર થયેલ નાગપાલ બંને જુગાર કલબ ચલાવતા હતાં. તેમજ તેઓ અગાઉ જામનગર, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારમાં પણ જુગાર કલબ ચલાવતાં હતાં.
પકડાયેલ ઈક્કો ગાડીમાં તેઓ જુગારીઓ લઈ આવતાં હતાં. જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહીલ સાથે એ.એસ. આઇ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનીલભાઈ બળકોદીયા,નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્તીસીંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, અરવિદસીંહ જાડેજા, કૌશીકભાઈ જોશી, મિરલભાઈ ચંદ્રવાડીયા, ભાવેશભાઈ મકવાણાએ કામગીરી કરી હતી.