વિંછીયાના અજમેર ગામે જુગાર કલબ પર દરોડો
વિંછીયા તાલુકાના અજમેર ગામની ભુખરી ખાણ સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતી જુગારકલબ પર શખ્સોને 1.47 લાખની રોકડ સહિત 8.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. આરોપીઓમાંથી મોટે ભાગે ખેડૂત હોવાનું સામે આવ્યું છે.
વધુ વિગતો મુજબ,વિંછીયાના છાસીયા ગામે રહેતા, દિનેશભાઈ વેલાભાઈ માલકીયા અજમેર ગામની ભુખરી ખાણ સીમ વિસ્તારમાં પોતાની વાડીમાં આવેલી ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે રાજકોટ રૂૂરલ એલસીબીના પીઆઇ ઓડેદરા, વાઘાભાઈ આલ અને તેમની ટીમે દરોડો પાડયો હતો.
વાડીની ઓરડીમાં જુગાર રમતા વાડી માલિક દિનેશભાઈ જોગરાજીયા, મુનાભાઈ મીઠાપરા, મુકેશભાઈ માલકીયા, વિપુલભાઈ માલકીયા, હિતેશભાઈ ખોરાણી, કલ્પેશભાઈ માલકીયા, ઘનશ્યામભાઈ માલકીયા (રહે. તમામ છાસીયા), રાજેશભાઈ ધોરીયા (રહે. ઓરી), રાજુભાઈ ચાવડા, સંજયભાઈ સાસકીયા, પૃથ્વીરાજ ખાચર, પ્રવિણભાઈ સાકરીયા (રહે. તમામ ઢોકળવા) અને અલ્પેશભાઈ ઓળકીયા (રહે. ધરમપુર)ને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી 1.47 લાખની રોકડ, 15 મોબાઈલ,ત્રણ વાહનો મળી 8.50 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ જુગારમાં ઝડપાયેલા મોટે ભાગે ખેડૂતના વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે ધોકાળવાનો સંજય સાસકીયા અભ્યાસ કરતો હોવાનું જાણવા મળવા મળી રહ્યું છે.આ કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ. એચ.સી.ગોહીલ તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, અમિતભાઇ કનેરીયા તથા પો.હેડ કોન્સ. પ્રયણભાઇ સાવરીયા, વાઘાભાઇ આલ, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર દ્રારા કરવામા આવી હતી .