મોરબીના જાંબુડિયા ગામમાં ધમધમતી જુગાર કલબમાં દરોડો, 13 શખ્સ ઝડપાયા
મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી મોરબી તાલુકા પોલીસે 13 ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂૂ 1.45 લાખ અને 13 મોબાઈલ કીમત રૂૂ 1.85 લાખ મળીને કુલ રૂૂ 3,30,600 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રામજીભાઈ વઘોરાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા કિશોર રામજીભાઈ વઘોરા, દિલીપ ચંદુભાઈ નિમાવત, જીગરભાઈ નટુભાઈ ચૌહાણ, અશ્વિન નટુભાઈ ચૌહાણ, કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા, દિનેશભાઈ રામગણેશભાઈ ગુપ્તા, મહેશ અશોકભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશ શર્મા, હિમત પુંજાભાઈ ચાવડા, બળવંતભાઈ શામજીભાઈ વાઘેલા, નરેશ ભરત ગોહિલ, હર્ષ હમીર બેડવા અને મનોજ રામજી મકવાણા એમ 13 ને ઝડપી લીધા હતા રોકડ રૂૂ 1,45,600 અને 13 મોબાઈલ કીમત રૂૂ 1,85,000 સહીત કુલ રૂૂ 3,30,000 નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.