ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આર.કે. પાર્કમાં ધરાર પ્રેમીની ધમાલ, પ્રેમિકાની સહેલીને માર મારી બે સ્કૂટરમાં કરી તોડફોડ

03:43 PM Sep 14, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રૂમ ભાડે રાખીને રહેતી પરિણીત પ્રેમિકા સહિત તેની બહેનપણીઓને ત્રાસ આપતા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહી નોંધતી હોવાનો આક્ષેપ

શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર શિતલ પાર્ક પાસે આર.કે પાર્કમાં ધરાહાર પ્રેમીએ પરણીત પ્રેમીકા સાથે ઝઘડો કરી તેની સહેલીને મારમારી બે સ્કૂટરમાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી. યુવતિને ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આબનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ ઉપર શિતલપાર્ક પાસે મોચીનગર નજીક આવેલા આર.કે. પાકમાં રૂમ રાખીને રહેતી 30 વર્ષની યુવતિ સાંજના છએક વાગ્યાના અરસામાં ધરમનગર પાસે હતી. ત્યારે હિતેશ કાનજી પાટડિયા નામના શખ્સે પાઈપ વડે માર માર્યો હતો. યુવતિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં ઈજાગ્રસ્તી યુવતિ તેની ચાર સહેલી સાથે રૂમ ભાડે રાખીને રહે છે અને બાઉન્સર તરીકે નોકરી કરે છે. યુવતિની પરણીત બહેનપણીને તેનો ધરાર પ્રેમી હિતેશ પાટડિયા અવાર નવાર ત્રાસ આપી સબંધ રાખવા દબાણ કરે છે. અને અવાર નવાર રૂમ ઉપર આવી ધમાલ મચાવી તમામ યુવતિઓને બિભસ્ત ગાળો ભાંડે છે અને ગઈકાલે હિતેશ પાટડિયાએ રૂમ ઉપર આવી ધમાલ મચાવી હતી. અને પરણીત યુવતિ પોતાના બાળકની સારવાર માટે દવાખાને લઈ જતી હતી. તે રૂપિયા બે હજાર પડાવી લીધા હતાં. અને સાથે રહેતી યુવતિઓને ગાળો ભાંડી હતી. જેથી ઈજાગ્રસ્ત યુવતિઓએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા હિતેશ પાટડિયાએ યુવતિ ઉપર પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો અને બે સ્કૂટરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં પરંતુ ઈજાગ્રસ્ત યુવતિએ અવાર નવાર ત્રાસ ગુજારતા હિતેશ પાટડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધતી નહીં હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે યુનિવર્સિઠી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement