પુનિતનગરના કારખાનેદારને પ્લાસ્ટિકનો સ્ક્રેપ આપવાના નામે પ લાખની છેતરપિંડી
રાજકોટના પુનિત નગર વિસ્તારમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા કારખાનેદારને પ્લાસ્ટિકના સ્ક્રેપ આપવાના નામે અમદાવાદના વેપારીએ પાંચ લાખ રૂૂપિયાની છેતરપિંડી કરતા આ મામલે કારખાનેદારે રાજકોટ સાયબર ક્લેમ પોલીસ મથકમાં અમદાવાદના વેપારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
રાજકોટ ના પુનીત નગર શિવ દ્રષ્ટિ સોસાયટી શેરી નંબર 5 તપન સ્કૂલ ની સામે 80 ફૂટ રોડ ઉપર રહેતા અને શાપર વેરાવળમાં આશિષ પોલીમર્સ નામનું પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કારખાનું ધરાવતા વ્રજેશભાઈ મુકુંદભાઈ બાંભરોલીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં રહેતા અને ડિમ્પલ પ્લાસ્ટિક નામની પેઢી ધરાવતા બીજલ સુરેન્દ્રનગર શાહનું નામ આપ્યું છે ફરિયાદમાં વ્રજેશભાઈએ જણાવ્યું હતું કે, ગઈ તા-11/03/2025 ના રોજ તે પોતાના ઘરે હતો ત્યારે ફેસબૂક ના માર્કેટ પ્લેસ પર ડીમ્પલ પ્લાસ્ટિક નામની કંપનીની જાહેરાત જોયેલ હતી અને પોતાને પ્લાસ્ટિક સ્કેપ ની જરૂૂરીયાત હોય જેથી તેમાં આપેલ મોબાઈલ નંબર માં સંપર્ક કરતા આ મોબાઈલ નંબર વાળાએ એક કંટેનર પ્લાસ્ટિક સ્કેપ નો ભાવ રૂૂ-5 લાખ જણાવેલ હતો અને રાજેશભાઈ સાથે વાત કરનાર વ્યક્તિએ પોતાનુ નામ બિજલભાઈ સુરેન્દ્રભાઈ શાહ અને તે અમદાવાદ રહેતો હોવાનુ જણાવેલ.
વ્રજેશભાઈ સાથે વાતચીત કરનાર બીજલે પોતાને સ્કેપની ડીમ્પલ પ્લાસ્ટિક નામની પેઢી હોવાનું જણાવેલ હતુ. જેથી વ્રજેશભાઈએ વેરીફાઈ કરાવતા અમદાવદ ખાતે ડીમ્પલ પ્લાસ્ટિક નામની પેઢી આવેલ હોય જેથી તેમણે ક કંટેનર પ્લાસ્ટિક સ્ક્રેપ મંગાવવા સારૂૂ આશિષ આપિશ પોલીમર નામની પેઢીના ખાતા નંબર માંથી બીજલ શાહને અલગ અલગ બેન્ક એકાઉન્ટ માંથી રૂૂપિયા પાંચ લાખ ટ્રાન્સફર કર્યા હતા અને પ્લાસ્ટિક સ્કેપ નુ કંટેનર મોકલવા વાત કરી હતી. ત્યારબાદ બીજલે ક્ધટેનર મોકલવા માટે ગલ્લા તલ્લા શરૂૂ કર્યા હતા કારખાનેદાર રાજેશભાઈએ આ મામલે ફોન ઉપર વાતચીત કરતા બિજલે આજે મોકલાવું કાલે મોકલાવું તેમ ગોળ ગોળ વાતો કરવા લાગેલ જેથી જેથી વ્રજેશભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થયું હોવાનું લાગતા આ મામલે રાજ્ય સાયબર ક્રાઇમની 1930 નંબરની હેલ્પલાઇન ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વ્રજેશભાઈ ની ફરિયાદને આધારે અમદાવાદના બીજલ શાહ વિરુદ્ધ ગુનો નોંધાયો છે ની ટીમ દ્વારા બીજલની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.