75 કલાક પછી પકડાયો પૂણે રેપ કેસનો આરોપી: ખેતરમાં છૂપાયો હતો
10:53 AM Feb 28, 2025 IST | Bhumika
Advertisement
પુણેમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કારના આરોપીની ગુરુવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના શિરુરથી ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પુણેના ડીસીપી નિખિલ પિંગળેએ જણાવ્યું હતું કે - આરોપીને બપોરે 1:30 વાગ્યે ગામના શેરડીના ખેતરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ડીસીપી પિંગળેએ જણાવ્યું હતું કે ધરપકડની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગામના લોકો અમારી સાથે જોડાયેલા હતા. ગ્રામજનોએ આરોપીને ઓળખી લીધો અને પોલીસને જાણ કરી અને પકડવામાં પણ મદદ કરી. આરોપીને વધુ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યો છે.
Advertisement
આરોપી દત્તાત્રેય રામદાસ ગાડેએ 25 ફેબ્રુઆરીના રોજ સરકારી સ્વારગેટ ડેપોમાં ગુનો કર્યો હતો. તેના પર 1 લાખ રૂૂપિયાનું ઇનામ હતું.
આ ઘટના બાદ, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સહાયક પરિવહન અધિક્ષક અને બસ ડેપો મેનેજર સામે વિભાગીય તપાસનો આદેશ આપ્યો છે.
Advertisement