For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછ

11:50 AM Jun 05, 2025 IST | Bhumika
મોરબીમાં અરજીના નિકાલ માટે 2 35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો  પીએસઆઇની પુછપરછ

અરજીમાં ગુનો ન નોંધવા માટે 2.35 લાખની લાંચ લેવા જતા એસીબીએ ઝડપી લીધો

Advertisement

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સેટબલને અમદાવાદ એસીબીની ટીમે 2.35 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ આ આ મામલે નેહરુ ગેટ ચોકીના પીએસઆઇની પણ પૂછપરછ શરૂૂ કરી છે. પ્લોટ ખરીદનાર અરજદાર સામે થયેલી અરજીમાં ગુનો ન નોંધવા માટે 2.35 લાખની લાંચ માંગવામાં આવી હતી જે અંગે એસીબીને કરેલી ફરિયાદને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

Advertisement

એસીબી માં એક અરજદારે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરીયાદીએ તા.06/09/2024 ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ કરેલ. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી આવેલ. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના નગર દરવાજા ચોકીના કોન્સ્ટેબલ મહાકાળી ચોક, મહેન્દ્રનગર, હળવદ રોડ ઉપર રહેતા હિતેષભાઇ સુખાભાઇ મકવાણાએ ફરીયાદી પાસે રૂૂ.બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરેલ અને રકઝક્નાં અંતે રૂૂ.2,35,000 લાંચની રકમ આપવાનું નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા, અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક જી.વી.પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ શ્રીમતી એ.કે.ચૌહાણ અને પીઆઈ એન.બી.સોલંકી અને તેમની ટીમે લાંચનુ છટકુ ગોઠવતા દલવાડી ચાર રસ્તા મોરબી ખાતે આવેલ સુરેશ પાન પાર્લરની બાજુમાં આવેલ રોડ પર હિતેશ મકવાણા લાંચ પેટે રૂૂ.2,35,000 લાંચની રકમ સ્વીકારી રંગે હાથ પકડાઇ ગયેલ છે. આ લાંચની રકમ સ્વીકારવામાં અન્ય કોઈ અધિકારી હેડ કોન્સ્ટેબલ સાથે સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પીએસઆઈ એ.એસ.શુક્લાને પણ પૂછપરછ માટે એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement