ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ જેલમાંથી પેરોલ જપ્પ કરી ફરાર થયેલો કેદી વઢવાણમાંથી પકડાયો

11:45 AM Mar 03, 2025 IST | Bhumika
Advertisement

બોટાદ એલસીબી પોલીસે વઢવાણમાંથી એક ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. જગદીશ ઉર્ફે જગો ભાલીયા નામનો આ આરોપી છેલ્લા ચાર વર્ષથી વચગાળાના જામીન પર ફરાર હતો. બોટાદના પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ-જમ્પ આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી.

Advertisement

આરોપી સામે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં ચોરી અંગેના બે ગુના નોંધાયેલા હતા. તેને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી 13 એપ્રિલ 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી 262 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. જામીન પૂરા થયા બાદ તેણે જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે ફરાર થઇ ગયો હતો.

પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી, પો.સબ.ઇન્સ. કે.એન.પટેલ અને એસ.બી.સોલંકીની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Tags :
crimegujaratgujarat newsRajkot jailWadhwan
Advertisement
Next Article
Advertisement