ગોંડલના અનીડા ભાલોડી ગામે સરકારી જમીન ઉપર સરપંચ દ્વારા દબાણ
ગોંડલ નાં અનીડા ભાલોડી ગામે જામકંડોરણા રોડ સ્ટેટ હાઇવે પર સરપંચ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર હોટેલ ખડકી દેવાયાની રજુઆત પ્રાંત અધિકારીને કરાઇ છે. બીજી બાજુ સરપંચ દ્વારા દબાણ નાં આક્ષેપ ફગાવાયાછે.અને રજુઆત ખોટી હોવાનું જણાવાયું છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજેશભાઈ લાલજીભાઈ સખીયા,દિનેશભાઈ પાલાભાઇ પાતર, હર્ષદસિહ ઝાલા,ઘનશ્યામભાઇ આકેલીયા સહિત અન્ય અરજદારોએ પ્રાંત અધિકારી ગમારાને આવેદનપત્ર આપી જણાવ્યુ કે અનીડા ભાલોડી થી જામકંડોરણા રોડ પર સરકારી જમીન પર ગામનાં સરપંચ સામતભાઇ ભરવાડ દ્વારા સરકારી જમીન પર અનઅધિકૃત કબ્જો કરી દ્વારકેશ નામની હોટલ ખડકી દેવાઇ છે.આ હોટલ એક વર્ષ થી વધારે સમય થી ગેરકાયદેસર દબાણ કરી ઉભી કરી દેવાઇ છે.જેથી દબાણ દુર કરવા તથા કાર્યવાહી કરવા ઉપરાંત આવુ દબાણ પંચાયત નાં હોદેદાર તરફ થી થયુ હોય તો પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 મુજબ હોદા ઉપરથી દુર કરવા જણાવાયુ છે.
વધુમાં જણાવાયું કે ગેરકાયદેસર દબાણ દુર કરવાની આપની ફરજ હોય દબાણ કરનાર આપની જ્ઞાતીનાં હોવાનાં કારણે કે આપ પર રાજકીય દબાણ આવવાના કારણે દબાણ દુર થયેલુ નહી જણાય તો કલેકટર ની અધ્યક્ષતા હેઠળ રચાયેલી લેન્ડગ્રેબીંગ સમિતિ સમક્ષ રજુઆત કરાશે તેવુ જણાવાયુ છે. સામાપક્ષે અનીડા નાં સરપંચ સામતભાઇ એ કરાયેલા આક્ષેપો ફગાવી હોટલ મારી માલીકી ની નથી.એથી દબાણ કરાયાનો કોઇ સવાલ ઉઠતો નથી.તેવુ જણાવ્યું હતુ.