પોપટપરાની સગીરા સ્કૂટર લઇ ઘરેથી લાપતા, માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી
શહેરનાં પોપટપરા વિસ્તારમા રહેતી 15 વર્ષની સગીરા લાપતા થતા તેમની માતાએ પ્રનગર પોલીસ મથકમા અપહરણની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી મહીલાએ જણાવ્યુ હતુ કે તેમને સંતાનમા બે દીકરી અને બે દીકરા છે. ગઇકાલે 27 તારીખનાં રોજ સવારનાં સમયે મહીલા અને તેમનો પરીવાર જાગ્યો ત્યારે જોયુ તો તેમની 1પ વર્ષની દીકરી ઘરમા હાજર નહોતી. તેમજ ઘર પાસે પાર્ક કરેલી સ્કુટર પણ જોવામા આવ્યુ નહી . જેથી તેઓએ આજુ બાજુમા અને અન્ય જીલ્લામા તેમનાં સગા સબંધીને ત્યા તપાસ કરતા તેમની દીકરી કયાય મળી આવી ન હતી . ત્યારબાદ તેઓએ પ્રનગર પોલીસ મથકમા અપહરણની ફરીયાદ નોંધાવી હતી.
જયારે બીજી ઘટનામા કોઠારીયા રોડ પર રહેતા વેપારીએ તેમની 15 વર્ષની દીકરી ગુમ થયા અંગેની આજી ડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે તેઓને સંતાનમા છ દીકરીઓ છે ગઇ તા. ર4 નાં રોજ રાત્રીનાં સમયે પરીવાર સાથે સુતા હતા ત્યારે અચાનક બીલાડી ઘરમા આવતા દુધની તપેલી ઢોળી નાખતા તપેલીનો અવાજ આવ્યો હતો અને પરીવારનાં સભ્યો જાગી ગયા હતા ત્યારે તેમની 1પ વર્ષની દીકરી જોવામા ન આવતા તેમની શોધખોળ કરી હતી અને કયાય ન મળતા અંતે અજાણ્યા શખ્સ વિરુધ્ધ અપહરણની ફરીયાદ નોંધાવી હતી.