For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મસ્ત મસ્ત વાતોમાં મહેસાણાના યુવાનને ફસાવી પૂજાએ 80 લાખનું કરી નાખ્યું

05:38 PM Jan 09, 2025 IST | Bhumika
મસ્ત મસ્ત વાતોમાં મહેસાણાના યુવાનને ફસાવી પૂજાએ 80 લાખનું કરી નાખ્યું

4500 કરોડની લાલચ, મુંબઈમાં મકાન, લગ્નની લાલચ આપી શીશામાં ઉતાર્યો

Advertisement

સોશિયલ મીડિયા પર બનેલી મિત્ર તમને કોઈ સ્કીમ પકડાવી દે તો પણ જરા ચેતી જજો. મુંબઈ ની પૂજા નામની એક અજાણી યુવતી કે જેને મહેસાણાના કુકરવાડા ના એક યુવક સાથે સોશિયલ મીડિયા થકી ફેંડશિપ કરી. પટેલ જીગર વિષ્ણુભાઈ નામના યુવક સાથે વોટ્એપ કોલ કરી મિત્રતા ગાઢ બનાવી. અને તેને વિશ્વાસમાં લઈને પોતે એક એપ માં રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવી જીગર ને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો. શરૂૂઆતમાં 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું. અને બાદમાં રૂૂપિયા 80 લાખ ની ઠગાઈ કરી નાખી.

મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈ ની પૂજા નામની યુવતી એ જીગર પટેલ નામના કુકરવાડા ના યુવકને લગ્નના સપના બતાવ્યા હતા. અને 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લાલચ આપી હતી. 4500 કરોડ આવશે ત્યારે મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું. હું તારા માટે 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું કહી ફોટો પણ બતાવ્યો હતો. હંમેશા વોટસ્એપ થી વાત કરતી પૂજા એ પૈસા કમાવવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમકો નામની એપ ડાઉનલોડ કરાવી હતી. અને એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું હતું.

Advertisement

છેલ્લા લેવલ માં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશે ની લાલચ આપી હતી. પૂજા એ રૂૂ. 80.33 લાખ સેમકો નામની એપ થી અલગ અલગ એકાઉન્ટ માં નંખાવ્યા . અને છેલ્લે ખબર પડી કે આતો ઇન્વેસ્ટ નહિ પૂજા પૈસા લઈ ગઈ અને ઇન્વેસ્ટ નહિ પણ અંગત ઉપયોગ માટે પૂજા 80.33 લાખ પડાવી ગઈ.

પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા એક બે નહિ પણ 40-40 બેંક એકાઉન્ટ વાળી પૂજા સામે ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઇ છે.મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે જીગર પટેલ સાથે પૂજા વોટ્સેપ કોલ થી જ વાત કરતી હતી. તેને વિડિયો કોલ કરવાનું કહેતા વાત ને ટાળી દેતી. માત્ર સુંદર દેખાતી યુવતીના હાઈ પ્રોફાઈલ સ્ટાઈલ માં ફોટો જ મોકલતી. જેથી કોઈ પણ યુવક લલચાઈ જાય અને વિશ્વાસ કરી લે. અને આવું એક બે દિવસમાં નહિ પણ ગત જૂન 2024 થી ચાલતું હતું . રોજ વાતો કરવી અને ધીમે ધીમે યુવકને વિશ્વાસમાં લેવામાં આવ્યો. અને ફરિયાદમાં જણાવ્યા મુજબ 40 જેટલા અલગ અલગ એકાઉન્ટ માં રૂૂપિયા સેરવી લીધા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા એકાઉન્ટ ફ્રિઝ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement