પોલ્લાચીકાંડ: 100 યુવતીઓ પર ગેંગરેપ કરનાર નવ નરાધમોને આજીવન કેદ
આઠ પીડિતોને 85 લાખનું વળતર ચૂકવવા આદેશ, એફબી પર મિત્રતા કરી યુવતીઓને ફસાવતા
તમિલનાડુના કોઇમ્બતુરના પોલ્લાચીમાં જાતીય સતામણીના ચકચારી કેસમાં છ વર્ષ બાદ નવ નરાધમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સજા સંભળાવનાર ન્યાયાધીશ આર નંદિની દેવીએ આઠ પીડિતોને 85 લાખ રૂૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નવમાંથી છ આરોપીઓને એકથી પાંચ વખત આજીવન કેદની સજા ફટકારાઈ છે. તમામ આરોપીઓ 30થી 39 વર્ષના છે. જ્યારે કેસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે આ નરાધમોને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લવાયા હતા.
ન્યાયાધીશે 9 નરાધમોને 1.50 લાખ રૂૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સુનાવણી વખતે આઠેય પીડિતા કોર્ટમાં હાજર હતી અને તેઓએ કોર્ટમાં જુબાની આપી હતી. તમામ પીડિતાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી. પીડિતાઓએ કહ્યું કે, માનનીય હાઈકોર્ટે પોલ્લાચી કેસમાં ચુકાદો સંભળાવ્યો, જે છેલ્લા છ વર્ષથી એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.
ફેબ્રુઆરી-2019માં એક 19 વર્ષીય કોલેજની વિદ્યાર્થીનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવા બાત આ કાંડનો ખુલાસો થયો હતો. તેણીએ પોલીસને કહ્યું કે, નમારા કેટાલાક પરિચિત યુવકો મને એક કારમાં બેસાડી ફરવા માટે બહાર લઈ ગયા હતા. તે લોકોએ મારી સાથે કારમાં સામુહિક દુષ્કર્મ કર્યું હતું અને વીડિયો પણ ઉતાર્યો હતો. તેઓ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મને બ્લેકમેઈલ કરી પોતાની હસવનો શિકાર બનાવતા હતા.
વિદ્યાર્થીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂૂ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આ માત્ર એક કિસ્સો નથી, આવી અનેક યુવતીઓ આ ગેંગનો શિકાર બની હતી. આ ગેંગના નરાધમો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા યુવતીઓ સાથે મિત્રતા કરતા હતા. તેમને મળવા માટે સુમસામ સ્થળે અથવા ગાડીમાં બોલાવતા હતા. પછી તેઓ યુવતીને હવસનો શિકાર બનાવી વીડિયો ઉતારતા હતા. આ અશ્ર્લિલ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી બ્લોકમેલ કરતા હતા.