For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં પોલીસકર્મી ચેક બાઉન્સ કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા ઝડપાયો

12:09 PM Jan 13, 2025 IST | Bhumika
વેરાવળમાં પોલીસકર્મી ચેક બાઉન્સ કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા ઝડપાયો

એ.એસ.આઈ.એ રૂા. 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

Advertisement

વેરાવળમાં ટાવર ચોક પાસે આવેલ પોલીસ ચોકીમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ નેગોશીએબલ કેસ પાછો ખેચી આપવા તથા ઝડપથી ચાર્જશીટ કરી ધક્કા નહી ખવડાવવાના અવજ પેટે રૂૂા.20 હજારની લાંચ લેતા એ.સી.બી.ની ટીમે રંગે હાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ એક જાગૃત નાગરીકે માસીક 12 ટકા લેખે વ્યાજે રૂૂા.87,000 ઉછીના લીધેલા તેની સીક્યુરીટી પેટે માંગરોળ એસ.બી.આઇ. બેંકના બે કોરા ચેક આપેલ જે નાણાં વ્યાજ સહિત ચુકવી દીધેલ તેમ છતાં ફરીયાદીએ આપેલા ચેક પરત આપેલ નહી અને વ્યાજે આપનાર વ્યક્તિએ બે ચેકમાં રકમ ભરી બેંકમાં નાખેલા પરંતુ ફરીયાદીના ખાતામાં બેલેન્સ ન હોવાથી બંને ચેક બાઉન્સ થતાં ફરીયાદી વિરૂૂદ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની 138 મુજબ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો.

જેથી ફરીયાદીએ સામાવાળા વિરૂૂધ્ધ વેરાવળ પોલીસમાં અરજી આપતા પોલીસે તા.23/12/2024 ના ગુનો દાખલ કરેલ હતો. આ ગુના તથા અરજી તપાસના કામે ફરીયાદી વિરૂૂધ્ધની નેગોશીએબલ કેસ પાછો ખેચી આપવા તથા ઝડપથી ચાર્જશીટ કરી તને ધક્કા નહી ખવડાવવાના અવજ પેટે આરોપીએ રૂૂા.20,000 લઇ આવવા એ.એસ.આઇ. ભરત ઠાકરશીભાઈ મક્વાણા ઉ.વ.46 એ જણાવતા લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી જુનાગઢ એ.સી.બી. પોલીસમાં ફરીયાદ કરેલ જેના આધારે પોલીસ ઇન્સ. જે.બી.કરમુર તથા ઈન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. જુનાગઢ ના બી.એમ.પટેલ સહીતની ટીમ દ્વારા ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આરોપી એ.એસ.આઇ. ભરત ઠાકરશીભાઈ મક્વાણા ઉ.વ.46 એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂૂા.20,000 ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચની હાજરીમાં વેરાવળમાં શક્તિ ડીપાર્ટમેન્ટ સ્ટોરની પાછળ, જલારામ ઓટો ક્ધસલ્ટન્સી સામે સ્વીકારતા રંગે હાથે પકડાઇ ગયેલ જેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement