પોરબંદર પંથકમાં વાહાન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી
ટ્રાફિક અને આરટીઓના નિયમોનું પાલન કરવું વાહન ચાલકોને પહેલી ફરજ છે. વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમોનું પાલન કરાવવા પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક અવરનેસ તેમજ નિયમો ની જાણકારી માટે ટ્રાફિક પોલીસ દ્વારા મીટીંગોમાં ટ્રાફિક ના નિયમો અંગે સમજ આપવામાં આવતી હોય છે. પરંતુ વાહન ચાલકો નિયમોનું પાલન કરતા નથી. ત્યારે રોંગ સાઈડમાં ચલાવતા વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. અને રોંગ સાઈડમાં ચલાવતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે છેલ્લા બે દિવસમાં ટ્રક, કાર, રીક્ષા તેમજ ટુ વ્હીલર સહિતના 10 વાહનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધરી છે.
પોરબંદર જીલ્લાના જુદા જુદા હાઈવે પર વાહન ચાલકો યોગ્ય સાચી દિશામાં વાહન ચલાવવા થોડું ફરવા જવાના બદલે રોંગ સાઈડમાં પોતાના વાહનો ચલાવવાને કારણે અકસ્માતો થતા હોવાથી પોલીસ દ્રારા વાહન ચાલકોને અવાર નવાર રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા અંગે સૂચના આપી સમજ કરવામાં આવેલ આમ છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં વાહનો ચલાવવાનું ચાલુ રાખતા આવા વાહનચાલકો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી અકસ્માતો નિવારવા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓએ હાઈવે ટ્રાફિક પોલીસને માર્ગદર્શન તથા સૂચના આપેલ હોય જે સૂચના અનુસાર છેલ્લા બે દિવસમાં ખાસ કરીને દ્રારકા હાઈવે કુછડી પાસે તથા રાજકોટ હાઈવે ધરમપુર ઓવરબ્રિજ નજીક શોર્ટકટ અપનાવી રોંગ સાઈડમાં આવતા ટ્રક,કાર,રીક્ષા તથા ટુ વ્હીલર જેવા 10 વાહનો ડીટેઈન કરી કાર્યવાહી કરવામાં આવેલ હતી.
આ ઉપરાંત પોરબંદર ત્રણ માઈલ અન્ડર બ્રિજ પાસે વાહનચાલકો જમણી બાજુના સર્વિસ રોડનો ઉપયોગ કરે તે અંગે દિશાસૂચન કરતું સાઈન બોર્ડ પણ પોરબંદર પોલીસ દ્રારા લગાવવામાં આવેલ છે. પોરબંદર પોલીસ દ્રારા વાહનચાલકોને પોતાનું વાહન યોગ્ય સાચી દિશામાં ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવેલ છે..આ કામગીરી ટ્રાફિક પી. એસ. આઈ. કે.બી.ચૌહાણ,અ ે.એસ. આઈ. બી.કે. ઝાલા, પો.કોન્સ. સંજયભાઈ દુર્ગાઈ તથા ટી.આર. બી.ના જવાનો દ્રારા કરવામાં આવેલ હતી.