ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરના ખરસિયા વિસ્તારમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 959 બોટલ જપ્ત

12:20 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement

તરસમીયા રોડ પર ખરસીયા વિસ્તારમાં ઉભી રહેલી એક કારમાં વિદેશી દારૂૂનું કટીંગ થઇ રહ્યું હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી એક બૂટલેગરને 959 દારૂૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. પૂછપરછમાં વધુ ત્રણ બૂટલેગરના નામ ખુલતા પોલીસે કાર સહિત કુલ રૂૂા.2,61,285નો મુદ્દામાલ કબજે કરી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પોલીસે રેડ પાડતા સચીન વિનુભાઇ મકવાણા નામનો શખ્સ સ્થળ પરથી ઝડપાઇ ગયો હતો. પોલીસે કારની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂૂની959 બોટલ મળી આવી હતી.પૂછપરછ દરમિયાન દારૂૂના બનાવમાં વિક્રમ ઉર્ફે બાદશાહ લાલજીભાઇ બારૈયા, રાહુલ ઉર્ફે ભીમો અજયભાઇ ચૌહાણ અને વસીમ ઉસ્માનભાઇ ગોરીની પણ સપાટી પર આવતાં પોલીસે આ ત્રણે શખ્સની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવ અંગે ભરતનગર પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી દારૂૂનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને જથ્થો કોને આપવામાં આવનાર હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
bhavnagarcrimegujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement