ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષમાં 500 કરોડનું કેફી ડ્રગ્સ પોલીસે પકડ્યું
સમગ્ર વિશ્વ ર6 જુને આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ નાબુદી દિવસ ઉજવે છે. ડ્રગ્સ સેવન અને તેની હેરાફેરી એ વૈશ્વિક સમસ્યાનું કારણ બની છે. ડ્રગ્સના રવાડે મહામૂલ્ય યુવાધન બરબાદી તરફ ધકેલાય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અને અન્ય એજન્સીઓ માદક નશાકારક પદાર્થો પકડી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગીરસોમનાથ સાગરકાંઠેથી પ00 કરોડના કેફી દ્રવ્યો પકડાયાં છે. ગીર-સોમનાથ જિલ્લાનો 110 કિલોમીટર લાંબો દરિયો છે અને તે પણ ડ્રગ્સ નિકાસ કરતા દેશોની દરિયાઈ સરહદ નજીક હોઈ ગીર-સોમનાથ જીલ્લા પોલીસ તંત્ર સજાગ છે. પોલીસે વેરાવળ બંદર વિસ્તારમાંથી હેરોઈન ડ્રગ્સ આશરે પ0 કિલો (કિંમત રપ0થી 300 કરોડ) સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા ત્યારે રાજયના પોલીસ વડા વિકાસ સહાય ખુદ વેરાવળ આવી સમગ્ર સ્ટાફને અભિનંદન આપી એવોર્ડ-સર્ટીફિકેટ અને સન્માન કર્યું હતું.
ગીર-સોમનાથ પોલીસની ર0રરની કામગીરી નોંધ અનુસાર જીલ્લાનો મોટાભાગનો વિસ્તાર દરિયાઈ સીમાને જોડતો હોઈ ડ્રગ્સની ઘૂસણખોરી ન થાય જે અંગે બાજ નજર રાખી ચરસ, ગાંજા, મેફેડ્રોન ડ્રગ્સ હેરાફેરી કરતા 7 ઈસમો પકડી કુલ કિંમત રૂૂપીયા 4,9ર,71, પ99નો મુદ્દામાલ કબજે કરેલ હતો. તા.4-7-ર4ના 7ર કરોડ રૂૂપીયાનું ચરસ સોમનાથ મરીન પોલીસ સામેના દરિયાકાંઠેથી બિનવારસી કબજે કરેલ તેવી જ રીતે ઓગષ્ટ-ર4માં સુત્રાપાડાના ધામળેજ ખાતેના દરિયા કિનારેથી 30 કરોડનું ચરસ, સુત્રાપાડાના કુંભારીયા ગામે જાન્યુ-ર4માં 60,પ00નું ચરસ પકડેલું હતું. હિરાકોટ બંદરેથી ર6.4પ લાખનું ચરસ સાથે એકની ધરપકડ કરેલ હતી. આમ, છેલ્લા ત્રણ વરસમાં અંદાજે પ00 કરોડથી ઉપરની રકમનું ડ્રગ્સ અને 1રથી ર0 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તથા જીલ્લા પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફ તેમજ દરિયાઈ ગામોને જોડતા પોલીસ સ્ટેશનો આ દુષણ ડામવા વારંવાર લોકજાગૃતિ શિબિર, પોષ્ટર, બેનર, રેલી, રૂૂબરૂૂ મુલાકાતો, દરિયામાં સરપ્રાઈઝ ચેકીંગ, મોકડ્રીલ જેવી અસરકારક કામગીરી બજાવી રહી છે. ડ્રગ્ઝ સામે સાવચેતી અને ભયસ્થાનો દર્શાવતી શોર્ટ ફિલ્મ કલીપ પણ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરાતી રહે છે.