રાજકોટ આવતા 3.50 કરોડમાંથી પોલીસે 50 લાખ પડાવી લીધા
પૈસા લખનઉથી આવતા આંગડિયા પેઢીના સંચાલકોને વડોદરા નજીક અટકાવી તોડ કર્યો
પીઆઇએ બંન્ને પોલીસ કર્મીને બેફામ માર મારી 50 લાખ પરત અપાવ્યા, બંન્નેની હેડકવાર્ટરમાં બદલી કરી નાખી
લખનઉથી રાજકોટ તરફ લઈ જવાતા એક કારમાંથી 3.50 કરોડ રૂૂપિયા રોકડા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પરંતુ, આ કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે, કારને અટકાવનાર પોલીસકર્મીઓએ જ તેમાંથી 50 લાખ રૂૂપિયાની ઉચાપત કરી લીધી હતી. જોકે, આ ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસ સ્ટેશનના ઙઈંએ કડક વલણ અપનાવી, પોલીસકર્મીઓને જાહેરમાં માર મારી, માફી મગાવી અને તમામ રૂૂપિયા પરત અપાવ્યા હતા.
આ ઘટના 9 સપ્ટેમ્બરના રોજ રણોલી નજીક હાઈવે પર બની હતી. છાણી પોલીસ સ્ટેશનના પીસીઆરના બે પોલીસકર્મીઓએ એક કારને શંકાના આધારે રોકી હતી. તપાસ કરતાં તેમાંથી 3.50 કરોડ રૂૂપિયા રોકડા મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આંગડિયા પેઢીના આ રૂૂપિયા લખનઉથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. રોકડ રકમ જોતાં જ પોલીસકર્મીઓની નિયત બગડી અને તેમણે કારચાલક પાસેથી દાદાગીરીપૂર્વક 50 લાખ રૂૂપિયા પડાવી લીધા.
બીજા દિવસે, આંગડિયા પેઢીના સંચાલકોને આ ઘટનાની જાણ થતાં તેઓ છાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પીઆઈ આર.એલ. પ્રજાપતિને આખી વાત જણાવી. પીઆઈએ તાત્કાલિક બંને પોલીસકર્મીઓને બોલાવ્યા. તેમણે પોલીસ સ્ટેશન નજીકના મંદિર પરિસરમાં આંગડિયા પેઢીના સંચાલકોની હાજરીમાં જ પોલીસકર્મીઓને માર માર્યો અને તેમની માફી મગાવી. આ સમગ્ર ઘટના બાદ પીઆઈએ પોલીસકર્મીઓ પાસેથી તમામ 50 લાખ રૂૂપિયા પરત અપાવી દીધા હતા.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. આખરે, તાત્કાલિક કાર્યવાહી કરીને બંને પોલીસકર્મીઓને હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ પોલીસની આંતરિક કાર્યપદ્ધતિ અને ભ્રષ્ટાચારને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે, પીઆઈના કડક પગલાંને કારણે આંગડિયા પેઢીના સંચાલકોને તેમના રૂૂપિયા પાછા મળી ગયા હતા, પરંતુ આ કિસ્સાથી પોલીસની છબીને પણ મોટો ધક્કો લાગ્યો છે.