ગોંડલના શેમળાથી અપહૃુત સગીરાને બિહારના ચંપારણથી મુક્ત કરાવતી પોલીસ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર બાળાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી લઈ જનાર પર પ્રાંતીય શખ્સને તથા ભોગ બનનાર સગીરાને બીહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જીલ્લા ખાતેથી ગોંડલ તાલુકા પોલીસે શોધી કાઢી આરોપીને ઝડપી લીધો હતો.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેમળા ગામ ખાતે મજુરી કરતા સોનેલાલ કુમાર ઉર્ફે સુનીલ કાશીદાસ મારવાડી નામનો શખ્સ બાજુના ખેતરમાં કામ કરતા પરિવારની એક સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી ગઈ તા.10/07/2025 ની રાત્રીના સમયે અપહરણ કરી નાસી ગયેલ જે બાબતે સગીરાના પરિવારે ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તેમજ જીલ્લાના પોલીસ અધિક્ષક હીમકર સિંહ દ્વારા ગુના અંગે અત્યંત ગંભીરતા દાખવી તાત્કાલીક આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા સુચના આપતા ગોંડલ તાલુકા પોલીસની ટીમે તપાસ કરી ભોગ બનનાર તથા આરોપી સોનેલાલ કુમાર ઉર્ફે સુનીલ કાશીદાસ મારવાડીને તેના સગાને ત્યાં બીહારના પશ્ચિમ ચંપારણ છુપાયો હોય તને ત્યાંથી શોધી કાઢી સગીરાને પરિવારને સોપી હતી.
ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.ડી. પરમાર, પીએસઆઈ આર. જે. જાડેજા સાથે સ્ટાફના ધર્મેન્દ્રસિંહ દાનુભા, મુકેશભાઈ મકવાણા, રૂૂપકભાઇ હસ્તબહાદુર બોહરા, રણજીતભાઈ ધાધલ, પ્રતાપસિંહ સોલંકી, રવીરાજસિંહ વાળા, ભરતભાઈ ગમારા, ભગીરથભાઇ નાગભાઇ, પૃથ્વીરાજસિંહ ડોડીયા, જયદીપભાઇ જોરૂૂભાઇ, અરવીંદભાઈ સાપરાએ કામગીરી કરી હતી.