ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી

11:47 AM Jul 31, 2025 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ ભાણવડના પી.આઈ. કે.બી. રાજવી અને પી.એસ.આઈ. પી.જે. ખાંટના માર્ગદર્શન મુજબ ભાણવડ પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે બરડા ડુંગર વિસ્તારમાં પ્રોહિબીશન અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કામગીરી દરમિયાન નદીના વહેણમાં જુદા જુદા બે સ્થળોએથી દારૂૂ બનાવવાનો કુલ 4400 લીટર આથો પોલીસે પકડી પાડ્યો હતો. આ પ્રકરણમાં કુલ રૂૂપિયા 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જ્યારે જયેશ કારા રબારી (રહે. ધ્રામણીનેસ) અને ભરત ઉર્ફે મેરુ પરબત મોરી (રહે. રાણપર) નામના બે શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. જે અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
BHANVADBhanvad newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement