For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી, વાંકાનેર, ટંકારામાં સાત સ્થળે પોલીસ ત્રાટકી, જુગાર રમતી મહિલાઓ સહિત 31 ઝડપાયા

11:38 AM Aug 08, 2025 IST | Bhumika
મોરબી  વાંકાનેર  ટંકારામાં સાત સ્થળે પોલીસ ત્રાટકી  જુગાર રમતી મહિલાઓ સહિત 31 ઝડપાયા

મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં પોલીસ ટીમોએ સાત સ્થળે રેડ કરી મહિલાઓ સહીત 31 જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ તેમજ બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો છે. પ્રથમ રેડમાં મોરબી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે તુલસીવૃંદ એપાર્ટમેન્ટ બ્લોક નં 702 માં રહેતા આરોપી દિનેશભાઈ વેલજીભાઈ ઓગણજાના મકાનમાં રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા દિનેશભાઈ વેલજીભાઈ ઓગણજા, કેતનભાઈ ગંગારામભાઈ સવસાણી, જય કેતનભાઈ સવસાણી, યશ રાજેશભાઈ ઘોડાસરા, હિમાંશુ મનસુખભાઈ ઓગણજા, જયશ્રીબેન દિનેશભાઈ ઓગણજા, મોનીકાબેન યશભાઈ ઘોડાસરા અને આરજુબેન હિમાંશુભાઈ ઓગણજા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂૂ 5160 જપ્ત કરી છે બીજી રેડમાં એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે ગાયત્રીનગર શેરી નં 2-3 વચ્ચે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતી ઇલાબેન ભરતભાઈ વ્યાસ, નીપાબેન તુષારભાઈ ગોહેલ, તેજલબેન બેચરભાઈ રાઠોડ, શ્વેતાબેન ત્રિલોકભાઈ વ્યાસ, શીતલબા પદુભા ગોહિલ, ખુશીબેન અર્જુનભાઈ ચૌહાણ અને ગીતાબેન ઘનશ્યામભાઈ ગોહેલ એમ સાતને ઝડપી લઈને રોકડ રૂૂ 2300 જપ્ત કરી છે.

Advertisement

ત્રીજી રેડમાં વેલનાથપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમતા બેને પોલીસે ઝડપી લીધા છે વાંકાનેર સીટી પોલીસે વેલનાથપરામાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા ભરત દેવસીભાઈ દેલવાડીયા અને વિમલ જીતુભાઈ સોલંકીને ઝડપી લઈને રોકડ રૂૂ 2510 જપ્ત કરી છે ચોથી રેડમાં એલસીબી ટીમે બાતમીને આધરે વાંકાનેરના હસનપર ગામે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા નરેશ વહાણભાઈ કટવાણા, જીતેશ વિનુભાઈ સારલા, હર્ષદ છગન સુસરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 14,600 જપ્ત કરી છે પાંચમી રેડમાં સીટી સ્ટેશન રોડ પરથી જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ પર પાણીના પરબ પાસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા પ્રકાશ નવઘણભાઈ બાંભણીયા અને સુરેશ નવઘણ બાંભણીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂૂ 2570 જપ્ત કરી છે.

છઠ્ઠી રેડમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સમથેરવા ગામે મોટા મઢવાળા ચોકમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વશરામ મનજીભાઈ સેટાણીયા, ધૂળાભાઈ સોમાભાઈ સેટાણીયા, કાળુભાઈ ઉર્ફે જગાભાઇ મંગાભાઈ સેટાણીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂૂ 6420 અને બે બાઈક કીમત રૂૂ 50 હજાર શીત કુલ રૂૂ 56,420 નો મુદામાલ કબજે લીધો છે આરોપી જગાભાઇ નાનુભાઈ મુંધવા અને સંજય મોનાભાઈ ગમારા નાસી ગયા હતા સાતમી રેડમાં મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઈ હડમતીયા રોડ પર આવેલ જીઆઈડીસીમાં આરોપી હરેશ દલવાડીયાના કિવા ગોડાઉનની પહેલા માળે ઓરડીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓરડીમાં જુગાર રમતા હરેશ છગનભાઈ દલવાડિયા, હરેશ મગનભાઈ ઉભડીયા, સિદ્ધરાજસિંહ દિલુભા જાડેજા, દિનેશ કાળુભાઈ ધરોડીયા, હરજીવન પીતાંબરભાઈ બરાસરા અને નીલેશ લક્ષ્મણભાઈ વારેવાડિયા એમ છને ઝડપી લઈને રોકડ રૂૂ 75,200 જપ્ત કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement