For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુલાબ નગરમાં ચાલતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી : સાત ઝડપાયા

12:43 PM Sep 30, 2024 IST | Bhumika
ગુલાબ નગરમાં ચાલતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી   સાત ઝડપાયા
Advertisement

જામનગરમાં ગુલાબનગર, ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય, તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ મકાનમાલિક સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 14,6પ0 કબ્જે કર્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરના ગુલાબનગર, ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતો નિમેષ વિનોદભાઈ પરમાર નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય, તેવી બાતમી સિટી બી. ડિવિઝન પોલીસને મળી હતી. જેથી પોલીસ ટૂકડી ઘટનાસ્થળે જઈ દરોડો પાડતાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ મકાનમાલિક નિમેષ વિનોદભાઈ પરમાર, નવિન ખીમજીભાઈ ચૌહાણ, પ્રિતેશ કરશનભાઈ નકુમ, ધીરજભાઈ પ્રાગજીભાઈ ખાણધર, વિજય રવજીભાઈ કણજારિયા, કેતન ધનજીભાઈ નકુમ અને હિતેષ દયાળજીભાઈ મઘોડિયા સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 14,6પ0ની રકમ કબ્જે કરી હતી.

Advertisement

બાઈકની ઉઠાંતરી
જામનગરમાં ગોકુલનગર પાસે આવેલ મુરલીધર નગરમાં રહેતા એક યુવાનનું હરિયા કોલેજ પાસે કૈલાસનગરમાંથી બાઈક ચોરી થઈ ગયાની ફરિયાદ તેમણે પોલીસમાં નોંધાવી છે. શહેરના ગોકુલનગર પાસે આવેલ મુરલીધર નગર શેડ નંબર 3ની શેરી નંબર 1રમાં રહેતાં અશોકભાઈ ભગવાનજીભાઈ સંઘાણી હરિયા કોલેજ પાસે કૈલાસ નગરમાં પોતાના ભાઈના ઘરે ગયા હતા. ત્યારે ત્યાં પાર્ક કરેલ જીજે10 બીકે 17રપ નંબરનું મોટર સાયકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે પાડોશીઓનો હુમલો
જામનગરમાં ચાંદી બજાર નજીક કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જીગ્નેશભાઈ ચંદ્રકાંતભાઈ ધોરાજીયા નામના 42 વર્ષના ગુર્જર સુથાર યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાજ રહેતા ચકન તેમજ લાલ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવન પોતાના ઘર પાસે રસ્તામાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરાવતા હતા. જે બંને આરોપીઓને પસંદ નહીં પડતાં આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement