ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉમરાળી ગામે જાહેરમાં ચાલતાં જુગારધામ પર પોલીસનો દરોડો : 10 ઝડપાયા, 6 ફરાર

04:32 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

આજી ડેમ પોલીસ બાતમીના આધારે ત્રાટકી : 18 હજારની રોકડ કબજે

Advertisement

રાજકોટની ભાગોળે સરધાર નજીક આવેલા ઉમરાળી ગામની સીમમાં જાહેરમાં ચાલતાં જુગારધામ ઉપર આજી ડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પત્તા ટીંચતા 10 શખ્સોને રૂપિયા 18 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે દરોડા દરમિયાન છ શખ્સો નાસી છુટતાં તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ એસ.વી.ગોહિલ, કોન્સ્ટેબલ ધર્મેશ મુંધવા, મેહુલ મુંધવા, અનિરૂધ્ધ સોલંકી, અજય હુંબલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ઉમરાળી ગામની સીમમાં સુરેશભાઈ પટેલની વાડી પાસે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમતા વિરા લાભુભાઈ ડવ (રહે.ઉમરાળી), રાયધન માડણભાઈ સુવાણ (રહે.બળધોઈ), વિશાલ રાવતભાઈ ડાંગર (રહે.હોડથળી), જયદીપ અરવિંદભાઈ સત્તાપરા (રહે.દહિસરા), દિનેશ ભોળાભાઈ સોસા (રહે.દહિસરા), અશ્ર્વિન લાખાભાઈ ધરજીયા (રહે.બળધોઈ), હકા છગનભાઈ સાકરીયા (રહે.બળધોઈ), ભાવીન વસંતભાઈ જડુ (ઉમરાળી), અનિરૂધ્ધ લાભુભાઈ ડવ (રહે.પાંચવડા) અને પ્રવિણ તળશીભાઈ સત્તાપરા (રહે.બળધોઈ)ને ઝડપી લઈ પટમાંથી રૂા.17950ની રોકડ કબજે કરી હતી. જ્યારે દરોડા દરમિયાન આરોપી મુકેશ, મનસુખ જશમતભાઈ જોગરાજીયા, રાજેશ ઉર્ફે રાજ્યો, વિનોદ ઝાલા, મુકેશ ઉર્ફે મોન્ટુ અને પ્રવિણ ઝાપડીયા નાસી છુટયા હતાં. જેથી પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લક્ષ્મણ ટાઉનશીપમાં પત્તા ટીચતા ત્રણ પકડાયા
મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતો રમેશ બાબુલાલ ઉનડકટના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા મકાન માલીક રમેશ ઉનડકટ ઉપરાંત બાબુ ગોપાલભાઈ સોરઠીયા અને દિવ્યાંગ કાનજીભાઈ સુરેલીયાને પકડી પાડી પટમાંથી રૂા.7,050ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegamblinggujaratgujarat newsrajkotrajkot newsUmrali village
Advertisement
Next Article
Advertisement