જામનગરમાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો; ચાર શખ્સો ઝડપાયા
12:42 PM Jun 21, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈ રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ઇશાક મામદભાઈ ગરાણા, કાદર ઉર્ફે છુક છુક મજીદ ભાઈ બાજરીયા, તાહેર સૈફુદીનભાઈ સોની અને કાસમ ઉર્ફે ડાર્લિંગ અલીભાઈ કોફીવાલા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 12,020ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. આ દરોડા સમયે ભાવસાર ચકલામાં રહેતો સબીર મસ્જિદભાઈ બાજરીયા નામનો શખ્સ પોલીસ ને જોઈને ભાગી છુટ્યો હતો તેથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
Advertisement