ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઠેબા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

12:41 PM Jan 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગર નજીક ઠેબા ગામમાં આવેલી એક વાડીની ઓરડીમાં રમાઈ રહેલા જુગારધામ પર પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને વાડી માલિક સહિત છ પતાપ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય સહિત રૂૂપિયા અઢી લાખની માલમતા કબજે કરી છે.જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને ઠેબા ગામમાં વાડી ધરાવતા ગૌરવ રોહિતભાઈ માડમ ની વાડીની ઓરડીમાં રમાઈ રહેલા જુગારધામ પર પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડી માલિક સહિત છ પત્તપ્રેમીઓ ગંજી પાના વડે હારજીત નો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.આથી પોલીસે ગૌરવ રોહિતભાઈ માડમ તેમજ રવિ અજીતભાઈ સંચાણીયા, વિપુલ જીવરાજભાઈ માવલા, વિજય સવદાસભાઈ ચેતરીયા, સંજય બટુકભાઈ બારોટ, તેમજ હરેશ ગોવિંદભાઈ પરમાર ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 75 હજારની રોકડ રકમ, છ નંગ મોબાઈલ ફોન, તેમજ ત્રણ મોટરસાયકલ સહિત રૂૂપિયા અઢી લાખની માલમતા કબજે કરી છે.

Advertisement

ધ્રોલમાં જુગાર રમતા ચાર પકડાયા
જામનગર જિલ્લાના ધ્રોળમાં કે.જી.એન પાર્ક વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા એજાજ ફિરોજભાઈ તાયાણી, ઇમરાન ફારુકભાઈ નાગાણીઝ અમીર હુસેન ઉર્ફ જાવેદભાઈ સુમારીયા તેમજ અલ્તાફ ફારૂૂકભાઈ નાગાણી ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 6,350 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

Tags :
crimegamblinggujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement