જારિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: 8 પત્તાપ્રેમી ઝબ્બે
પટ્ટમાંથી રૂા.51 હજારની રોકડ કબજે કરતી પોલીસ
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા જારીયા ગામની સીમમાં ચાલતા જુગાર ધામ ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી પત્તા ટીચતા 8 શખ્સોને રૂા.51 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ.એસ.ગરચર, એએસઆઇ સમીર શેખ, કોન્ટે.જીલુભાઇ ગરચર, સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન જારીયા ગામની સીમમાં આવેલી વલ્લભભાઇ પીપળીયાની વાડીમાં જુગાર ધામ ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા વાડી માલીક વલ્લભ ભવાનભાઇ પીપળીયા, નીલેશ રાધવભાઇ પામનસુરીયા, અંકુર ભનુભાઇ અકબરી, ધ્રુવીલ ધેલાભાઇ નાથાણી, દિનેશ કેશુભાઇ ડોબરીયા, નીલેશ લાલજીભાઇ ભોગાયતા, હિતેશ બાબુભાઇ રયાણી અને રામદેવસિંહ બાલસિંહ ઝાલાને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા.51.100ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે