ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર ગોળીબાર: કોન્સ્ટેબલનું મોત

11:21 AM May 26, 2025 IST | Bhumika
Advertisement

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગયેલી નોઈડા પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. એવું કહેવાય છે કે ટોળામાંથી કોઇએ એક કોન્સ્ટેબલને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું.

Advertisement

જ્યારે આ દરમિયાન થયેલા પથ્થરમારામાં 2 થી 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ, નોઈડા ફેઝ-2 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગઈ હતી. મસૂરી વિસ્તારમાં પોલીસે દરોડા પાડવાનું શરૂૂ કરતાં જ ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂૂ કરી દીધો. એવો આરોપ છે કે ભીડ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલ સૌરભને ગોળી વાગી હતી અને તે ઘાયલ થઈ ગયા હતા.

પોલીસ જવાન સૌરભને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું મૃત્યુ થયું. ટોળાના હુમલામાં 2 થી 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા,

Tags :
ConstableGhaziabadGhaziabad newsindiaindia newsUttar PradeshUttar Pradesh newswanted accused
Advertisement
Next Article
Advertisement