સુરેન્દ્રનગરના 12 ગુનેગારોને પોલીસે હથિયારનું લાયસન્સ ન આપતા મેઘાલયમાંથી મેળવી લીધુ!
સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો શહિતના લોકોને હથિયાર લાયસન્સ મેળવવું અઘરું બની ગયા બાદ લોકો અન્ય રાજ્યમાંથી લાયસન્સ મેળવતા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.પોલીસે 12 શખ્સો મેઘાલયથી લાયસન્સ લીધાનું ખુલતા 5 શખ્સોના હથિયાર જપ્ત કરી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જીલ્લામાં ફાયરિગ,ખંડણી શહિતની વધતી જતી ઘટના બાદ હથિયાર લાયસન્સ મેળવવું ખુબ અઘરું બની ગયું છે.ત્યારે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શહિતના અનેક લોકો રાજ્ય બહાર હથિયાર લાયસન્સ માટે કાર્યવાહી કરી લાયસન્સ લેતા હોય છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પણ અનેક લોકો રાજ્ય બહારથી લાયસન્સ લઈ હથિયાર રાખી ફરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.પી.આઈ.ભાવેશ સિંગરખિયાની ટીમે એસ.પી.ગિરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ આવા લોકોની તપાસ શરુ કરી હતી.
જે તપાસ દરમ્યાન પોલીસે સુરેન્દ્રનગર જીલ્લામાંથી 9 ગુનાહિત ઈતિહાસ વાળા સહિત 12 લોકો મેઘાલયથી હથિયાર લાયસન્સ લીધાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે તાત્કાલિક 5 શખ્સોના હથિયાર જપ્ત કરી બાકીના લોકોના હથિયાર કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી છે.આમ પોલીસે રાજ્ય બહારથી મેળવેલ હથિયાર લાયસન્સ ધારકો ઉપર તવાઈ બોલાવતા આવા શખ્સોમાં ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે.હજી આવા અનેક લોકો સામે આવી એવી પોલીસે આશંકા વ્યક્ત કરી છે.સુરેન્દ્રનગર એસ.ઓ.જી.પી.આઈ.ભાવેશ સિંગરખિયાએ જણાવેલ કે મેઘાલય(રાજ્ય બહાર)થી હથિયાર લાયસન્સ લીધેલા 12 લોકોની ઓળખ થઈ છે. જેમાં 5 લોકોના હથિયાર કબજે લેવાયા છે. બાકીના હથિયારો કબજે લેવાની કામગીરી ચાલુ છે અને ચાર લોકોએ લાયસન્સ લીધા બાદ હથિયાર જ નથી લીધા. હજી બીજા આવા લાયસન્સ હોવાની આશંકા છે અને આ મેઘાલયના ગુનાહિત શખ્સોના લાયસન્સ રદ કરવા મેઘાલય કલેકટરને રિપોર્ટ કરીશું.
કલેકટર હથિયાર લાયસન્સ રાજ્યના હદ વિસ્તાર પુરતું આપી શકે. રાજ્યના ગૃહ વિભાગમાં નજીકના ક્નેકટેડ રાજયની હદ પુરતી મંજૂરી આપી શકે. ઓલ ઇન્ડિયા હદ વિસ્તારની મંજૂરી જે તે રાજ્યમાંથી દિલ્હી ગૃહ વિભાગમાં રિપોર્ટ મોકલ્યા બાદ દિલ્હીથી જ ઓલ ઇન્ડિયા હદ વિસ્તારની મંજૂરી મળતી હોય છે.