દુધરેજ પાસે મકાનમાંથી 1.91 લાખની ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યો
સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.1.49 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વાહનો તેમજ ધરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના દુધરેજ વચલી ફાટક પાસે આવેલ એક રહેણાંક મકાનમાં તસ્કરો દ્વારા તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂૂા.1,91,200ના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનાર મકાન માલીકે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાને લઈ એલસીબી સહિતની ટીમોએ તપાસ હાથધરી હતી અને ગણતરીના દિવસોમાં એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો જેમાં બાતમીના આધારે આરોપી ચોરીના દાગીના લઈને વેચવા માટે નીકળવાનો હોવાની હકીકતના આધારે વોચ ગોઠવી હતી જે દરમ્યાન આરોપી મહેશભાઈ ઉર્ફે મશો રમેશભાઈ સરવૈયા રહે.
દુધરેજવાળાને ઝડપી લીધો હતો અને તેની તલાસી લેતા ચોરીના સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂૂા.1,49,750નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જેની વધુ પુછપરછ કરતા શહેરી વિસ્તારમાં દુધરેજ વચલી ફાટક પાસે આવેલ રહેણાંક મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જ્યારે ઝડપાયેલ આરોપી વિરૂૂધ્ધ સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ મથકમાં પણ ગુન્હો નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું આ સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.