વીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિ
પથ્થરમારામાં સંડોવાયેલ ન હોય તેવા લોકોની પણ ધરપકડ સામે મૃતકના પરિવારની નારાજગી
રાજકોટ વિંછીયામાં પથ્થરમારાના મામલે સમગ્ર બાબતે મૃતકના પરિવારજનો સામે આવ્યા છે. જેમાં પોલીસ હેરાન કરતી હોવાનો મૃતકના પરિજનનો આરોપ છે. તેમજ પરિવારે જણાવ્યું છે કે પથ્થરમારામાં જે આરોપી હતા પોલીસ તેને પકડે. જે આરોપી નથી તેને પણ પોલીસ પકડી રહી છે. અમારા સગા પણ પોલીસના કારણે બેસણામાં આવતા ડરે છે. પોલીસ ખોટી ધરપકડ કરવાનું બંધ કરે.
રાજકોટનાં વિંછીયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે. હત્યાનાં આરોપીનાં રિક્ધસ્ટ્રક્શન દરમિયાન બબાલ થઈ હતી. ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા હતા. ટોળાને વિખેરવા પોલીસને ટીયરગેસનાં સેલ છોડવાની ફરજ પડી હતી. આ મામલે હવે વિંછીયા પોલીસે વીડિયોનાં આધારે તપાસ આદરી 50 થી વધુ લોકોની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ હેરાન કરતી હોવાનો મૃતકના પરિજનોએ આરોપ લગાવ્યો છે. પોલીસ પથ્થર મારામાં જે આરોપીઓ હતા ખરેખર પોલીસ તે સાચા આરોપીઓને પકડે જે આરોપીઓ નથી તેને પણ પોલીસ ઘરથી ઉઠાવી રહી હોવાના આરોપ લગાવ્યા છે.
પથ્થર મારાના જે આરોપીઓ હોય તેને પકડવા અમે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે જેમાં પોલીસ ખોટી ધરપકડ કરવાનું બંધ કરે તેવી ગૃહ વિભાગ અને સરકારને અમારી રજૂઆત તેમ પણ મૃતકના પરિજનોએ જણાવ્યું છે.
રાજકોટમાં વિંછીયા પોલીસ દ્વારા હત્યાનાં આરોપીનું રિક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વોએ પોલીસ સાથે બબાલ કરી હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ જવાનો પર હુમલો કરવાનાં ઇરાદે વિંછીયા પોલીસ સ્ટેશન (ટશક્ષભવશુફ ઙજ્ઞહશભય જફિંશિંજ્ઞક્ષ) પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયર ગેસનાં સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
માહિતી અનુસાર, કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઇરલ કરી હતી કે આરોપીઓની પોલીસ જાહેરમાં સરભરા કરશે. આથી, પોસ્ટનાં લીધે 12 હજાર કરતા વધુ લોકો વિંછીયામા એકઠા થયા હતા. માહિતી અનુસાર આ મામલે પોલીસે વીડિયોનાં આધારે કાર્યવાહી કરી 50 થી વધુ લોકોની અટકાયત કરી છે અને કોમ્બિંગ દરમિયાન કેટલાક વાહનો પણ ડિટેઇન કર્યા છે. પોલીસ પર પથ્થરમારાની ઘટના બાદથી વિંછીયામાં કર્ફ્યૂ જોવા માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં દુકાનો બંધ છે, જ્યારે રોડ-રસ્તા પણ સુમસામ જોવા મળ્યા છે. પોલીસે જછઙ જવાનોની એક ટુકડી તૈનાત કરી છે. ઉપરાંત, વિંછીયામાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ તૈનાત છે. પોલીસે વીડિયોનાં આધારે વધુ તપાસ આદરી છે અને પથ્થરમારાની ઘટનામાં હજી વધું લોકોની ધરપકડ થાય તેવી વકી છે.