For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં રાત્રે પોલીસની ડ્રાઇવ : દારૂ પી ડીંગલ કરતા અને દારૂના ધંધાર્થીઓ સહિત 14 શખ્સો ઝડપાયા

12:09 PM Nov 08, 2025 IST | admin
જેતપુરમાં રાત્રે પોલીસની ડ્રાઇવ   દારૂ પી ડીંગલ કરતા અને દારૂના ધંધાર્થીઓ સહિત 14 શખ્સો ઝડપાયા

એસપી વિજયસિંહ ગુર્જરની સુચનાથી જેતપુર સિટી પોલીસની ડ્રાઇવ

Advertisement

રાજકોટ જીલ્લામા જેતપુર શહેરમા રાત્રીનાં સમયે આવારા તત્વો દ્વારા અવાર નવાર માથાકુટ કરવામા આવતી હોય અને દારુનુ વેચાણ થતુ હોવાની ફરીયાદો ઉઠતા રાજકોટ જીલ્લા એસપી વિજયસિંહ ગુર્જરની સુચનાથી જેતપુર સીટી પોલીસનાં સ્ટાફે સરપ્રાઇઝ ચેકીંગ અને ડ્રાઇવ રાખી 14 શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા અને 10 વિરુધ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હતી.

વધુ વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર તેમજ ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયા દ્વારા દારુ પી ડીંગલ કરતા શખ્સો , દારુનુ વેચાણ કરનાર આવાર તત્વો, રોમીયોગીરી કરનાર શખ્સ અને જાહેરમા બખેડો કરનાર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા જેતપુર સીટી પોલીસને સુચના આપવામા આવી હતી.

Advertisement

ત્યારબાદ જેતપુર સીટી પોલીસનાં પીઆઇ એ. ડી. પરમાર અને સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ અને ડ્રાઇર રાખી 14 શખ્સોને ઝડપી લીધા હતા . આ 14 શખ્સો માથી જેતપુરનાં બેલડી ધારમા રહેતા રાહુલ ઉર્ફે પાટીયો દેવાભાઇ પરમાર , રાજુ રાણાભાઇ પરમાર, ડોબરીયા વાડી પાસે રહેતો પરેશ કેશુ મોરબીયા , જનતા નગરમા રહેતો સાગર અમરશી પરમાર, બોખડા દરવાજા પાસે રહેતો કાશમ મુસા કુરેશી, જીવુબેન હરસુખભાઇ વાડોદરીયા, ખીરસરા રોડ પર રહેતી સોનલ ઉર્ફે મીનકી ચંદુભાઇ પરમાર, જુનાગઢનાં હીરેન પ્રવીણ ભુવા , જેનીશ નરેન્દ્ર દોંગા, ગુજરાતીની વાડી પાસે રહેતા અમીત કિશોર દેવાન્તકા, ધોરાજી રોડ પર રહેતા સાહીલ રહીમ બુધવાણી, ઉપલેટાનાં અરબાજ હુશેનમિંયા બુખારી , રીયાજ ઉર્ફે લાલો ઓસમાણ સુરૈયા, અને ટ્રાફીકને અડચણરુપ વાહન પાર્ક કરનાર કીશન ચંદુ પરાલીયા સામે કડક કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement