પોલીસે ધરપકડ નહીં કરતા લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કર્યો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટીમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી. બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. 5થી 6 જેટલા હથિયારધારી શખ્સો દ્વારા કિશન દુધરેજીયા સહિતના વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. જૂના અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. બનાવના પગલે બેટી વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ સીએનજી પંપે થયેલી માથાકૂટમાં હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ છતા કુવાડવા પોલીસે ધરપકડ ન કરતા બીજી વખત હુમલો કર્યો હતો.
બનાવ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, મયુર બોસરીયા અને તેના પિતા રેવા બોસરીયા સહિતના વ્યક્તિઓએ અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને આ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તલવાર જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે બેટી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે કિશન દુધરેજીયાની ફરિયાદના આધારે મયુર બોસરીયા, રેવા બોસરીયા અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ મારામારી, રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે હુમલખોરોને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેરમાં મારામારીની ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિકોમાં બનાવના પગલે રોષ પણ જોવા મળી રહ્યો છે. ગત તા.11/4ના રોજ રાહુલ સહિતના શખ્સોએ જયદિપ અને કિશા ઉપર હુમલો કર્યાની કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ પોલીસએ રાહુલ સહિતના શખ્સોની ધરપકડ નહીં કરતા લુખ્ખાઓએ ફરથી કિશન અને તેના 5રિવાર ઉપર બીજી વખત હુમલો કર્યા હતો.