For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયા

01:33 PM Aug 04, 2025 IST | Bhumika
દેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ   43 શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણી જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રમાતા જુગાર પર પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરી કરવામાં આવી રહી છે.

Advertisement

દ્વારકામાં હોમગાર્ડ ચોક વિસ્તારમાં રહેતા કપિલ મનહરલાલ ઠાકર નામના 56 વર્ષના પ્રૌઢ દ્વારા લંડનમાં રમાતા ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા ટેસ્ટ ક્રિકેટ મેચને પોતાના મોબાઈલમાં લાઈવ નિહાળી અને ચોક્કસ વેબસાઈટ ઉપર મેચની હારજીતનો સટ્ટો રમતા પોલીસે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે મોબાઈલ સહિત રૂૂ. 10,990 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પ્રકરણમાં નાણાકીય સોદાઓની કપાત પોરબંદરના જીગર ઠાકર નામના શખ્સ પાસે કરવામાં આવતી હોવાનું ખુલતા પોલીસે કપિલ ઠાકરની અટકાયત કરી, જીગર ઠાકરને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અહીંના કંચનપુર વાડી વિસ્તારમાં આવેલા 66 કે.વી. સબ સ્ટેશનના કંટ્રોલ રૂૂમમાં બેસીને રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે ચાલી રહેલા જુગારના અખાડા પર સર્વેલન્સ સ્ટાફના યોગરાજસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને ભરતભાઈ જમોડની બાતમી પરથી દરોડો પાડવામાં આવતા જેટકોના એસ.બી.ઓ. ઓપરેટર પૃથ્વીરાજસિંહ ધીરુભા વાળા, યોગેશ મેરગ ધ્રાંગુ, સતીશ દવુ રૂૂડાચ, હરપાલસિંહ કરણસિંહ જાડેજા, વિપુલ બાલુ કણજારીયા, મેઘા મેસુર ધારાણી, ઈકબાલ રજાક સેતા, અજય માંડણ હરડાજાણી અને જગદીશસિંહ ઘેલુભા ચુડાસમા નામના નવ શખ્સોને રૂૂપિયા 27,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

Advertisement

આ સ્થળેથી પોલીસે વિશાલ ઉર્ફે લાલુ હિંમતલાલ સામાણી, વિશાલ કાંતિલાલ હિંડોચા, નિલેશ ગોરધન ભાયાણી, રમેશ ઉર્ફે ભીમો અરજણ પરમાર, વિશાલ કેશુ બારાઈ, અમિત પ્રતાપ તાવડી એજાજ મહંમદ હુસેન વસા અને લખુભા ઉર્ફે દીપુભા કેર નામના નવ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે 80,500 રોકડા તથા રૂૂપિયા 45,000 ની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન અને રૂૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 2,25,500 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો હતો.

કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામેથી પોલીસે સામત ખીમા મોઢવાડિયા, કેશુ સુલેમાન કાથુડિયા અને વિક્રમ કારા કારાવદરાને ગંજીપાના વડે જુગાર રમતા 5,860 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મીઠાપુર પોલીસે આરંભડા ગામના ચીખલી તળાવ પાસે મોડી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નાયાભા ઉર્ફે નિલેશભા બબાભા નાયાણી, આદામ સુલેમાન સંઘાર, તાલબ કાદર જાડેજા, બહાદુરસિંહ સુરૂૂભા જાડેજા, જાકુબ જુનસ બેતારા, મનસુખ કેશાજી ઠાકોર અને દિનેશ પાંચા ધરજીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂૂ. 51,650 ની રોકડ રકમ તથા મોબાઈલ ફોન, બાઈક અને સ્કૂટર સહિત કુલ રૂૂ. 1,58,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દ્વારકા ટાઉન વિસ્તારમાંથી પોલીસે આયશાબેન ઉમર ઓંધીયા, શીતલબેન મગન જેઠવા, વૈશાલીબેન હરીશ ઝાલા, મનિષાબેન વિકી જેઠવા, કપિલ દિનેશ ચૌહાણ અને રાજેશ દેવજી ઢાકેચાને જુગાર રમતા રૂૂપિયા 10,520 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાણવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈને મળેલી બાતમીના આધારે જુગાર દરોડામાં મોડી રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા બાલકૃષ્ણ ઉર્ફે કારો રમેશ ખીરસરીયા, મહેશ વાલજી, નિકુંજ ચંદુલાલ અને નિકુંજ ગોદડભાઈ નામના ચાર શખ્સો રૂૂપિયા 14,800 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામેથી સલાયાના ઇન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લાની સૂચના મુજબ કરવામાં આવેલી દરોડાને કાર્યવાહીમાં એ.એસ.આઈ. બોઘાભાઈ કેસરિયા અને પીઠાભાઈ જોગલની બાતમી પરથી અરશી વીરા મકવાણા, રામ આણંદ મકવાણા, લખમણ આનંદ મકવાણા અને સાદુર અરશી મકવાણા નામના ચાર શખ્સોને રૂૂપિયા 10,080 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement