જૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈ
શહેરના પંચેશ્વર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂૂની ભઠ્ઠીઓ તોડી સ્થળ પરથી કુલ-3 આરોપીઓને પકડી પાડી દેશી દારૂૂ લીટર-166,જેની કિ.રૂૂ.33,200.તથા દેશી દારૂૂ બનાવવાનો આથો લીટર-6050 કિ.રૂૂ.1,51,250 તથા અન્ય દેશી દારૂૂના બનાવવાના સાધનો સહિત કુલ કિ.રૂૂ.2,44,250 નો મુદામાલ કબ્જે કરી કુલ-8 કેસો શોધી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ, પંચેશ્વર વિસ્તારમાં આવેલ બંધ પડતર મકાનોમાં પંચેશ્વર વિસ્તારના લીસ્ટેડ બુટલેગરો રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે દેશી દારૂૂની ભઠ્ઠીઓ ચલાવી દેશી દારૂૂ ઉતારે છે. જે બાતમીના આધારે આજરોજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા ખાનગી ઓપરેશન ગોઠવી પંચેશ્વર વિસ્તારમાં રેઇડ કરતા પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો તથા હાજર નહિ મળી આવેલ બુટલેગરો દ્વારા દેશી દારૂૂની ચાલુ ભઠ્ઠીઓ તથા દેશી પીવાનો દારૂૂ તથા દેશી દારૂૂ બનાવવાનો આથો તથા દારૂૂ બનાવવાના સાધનો મળી આવતા હાજર મળી આવેલ તથા હાજર નહિ મળી આવેલ ઇસમો વિરૂૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કુલ-8 કેસો એ ડીવીઝન પોલીસ મથક ખાતે દાખલ કરાવવામાં આવેલ.
જેમાં (1) કિશન મુળુ ગુરગટીયા, ઉ.વ. 26 ધંધો, મજુરી રહે. જુનાગઢ, પંચેશ્ર્વર વિસ્તાર (2) રાજુ ડાયા સિંધલ, ઉ.વ. 25, ધંધો, મજુરી રહે. જુનાગઢ, પંચેશ્ર્વર વિસ્તાર, આવડ માતાના મંદિરની પાછળ (3) મેરામણ ઉર્ફે ભુરો ડાયા સિંધલ, રબારી, ઉ.વ. 23, ધંધો, મજુરી રહે. જુનાગઢ, પંચેશ્ર્વર વિસ્તાર, આવડ માતાના મંદિરની પાછળ
વાળાને ઝડપી તેમજ પકડવા પર બાકી આરોપીઓમાં (1) દેવા લખમણ મોરી રહે, જુનાગઢ પંચેશ્વર (2) ભરત બધા મુછાળ રહે. જુનાગઢ પંચેશ્વર (3) કાળુ પરબત કરમટા રહે. જુનાગઢ પંચેશ્વર (4) બીજલ દેવા મુછાળ રહે. જુનાગઢ પંચેશ્વર ઉપરોકત ઝડપાયેલા તથા નાસી છુટેલ આરોપીઓ પાસેથી દેશી પીવાનો દારૂૂ બનાવવાનો આથો લીટર-6050 જેની કિ.રૂૂા.1.51,250.તેમજ દેશી પીવાનો દારૂૂ લીટર-166 કિ.રૂૂા.33,200 ઉપરાંત અન્ય ભઠ્ઠીના સાધનો તગારા, બાટલા, ગોળના ડબ્બા તથા એક મોટરસાયકલ સહિત કિ.રૂૂ.59,800 કુલ કી.રૂૂ. 2,44,250 નો મુદામાલ કબ્જે કર્યો હતો.