For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામજોધપુર તાલુકામાં પોલીસનો સપાટો, ત્રણ સ્થળે જુગાર રમતાં 23 શખ્સો ઝડપાયા

12:07 PM Sep 01, 2025 IST | Bhumika
જામજોધપુર તાલુકામાં પોલીસનો સપાટો  ત્રણ સ્થળે જુગાર રમતાં 23 શખ્સો ઝડપાયા

જામજોધપુર તાલુકાના જામવાડી ગામની સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા પંકજ સુભાષભાઈ ભડાણીયા, રાજેશ મોહનભાઈ સગારકા, ઉમેશ મગનભાઈ સગારકા, હસમુખભાઈ કરશનભાઈ ગરેજા, પ્રકાશ કાંતિલાલ ખાંટ, જયેશ હમીરભાઈ સગારકા, પ્રવીણ નગાભાઈ સગારકા નામના સાત શખ્સને પોલીસે રૂૂ.13350 સાથે પકડી લીધા છે. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સીમમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા રાજેશ દેવશીભાઈ ચંદ્રાવડીયા, વિજય મેરામણભાઈ ચંદ્રાવડીયા, ધર્મેશ મુકેશભાઈ પિત્રોડા, મયુર કારાભાઈ ચંદ્રાવડીયા, વિજય જેતાભાઈ કરમુર, પરબત નથુભાઈ વાણીયા, હિતેશ રામાભાઈ ગોજીયા, એભાભાઈ કરશનભાઈ ચંદ્રાવડીયા, કાળુભાઈ નરશીભાઈ ડાભી, વિશાલ નથુભાઈ ચંદ્રાવડીયા નામના દસ શખ્સ રૂૂ.20550 સાથે પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા.જામજોધપુર તાલુકાના મેઘપર-આંબરડી ગામમાં ગઈરાત્રે રમતા રહીમ હુસેન ઉનડ, ભીમાભાઈ ભાયાભાઈ છેલાળા, ફતેમામદ શેરમામદ સીપીયા, ધર્મેશ કરશનભાઈ ખીંટ, સંજય પાલાભાઈ ડાંગર, દીપક ભીખાભાઈ મકવાણા નામના છ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂૂ.10970 કબજે કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement