યુવાનને અનુસુચિત જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલતો વીડિયો શેર કરતા પોલીસ ફરિયાદ
રાજકોનટા એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા યુવાનને એક શખ્સે અનુસુચિત જ્ઞાતિ વિશે ગેરશબ્દો બોલતો વીડિયો મોકલતા તેમણે પોલીસમાં એટ્રોસીટી અને ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ આંબેડકર નગરમાં રહેતા ચિરાગ પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ.29)એ ફરિયાદમાં તેમના વિસ્તારમાં રહેતા રાજુ વલી સંધીનું નામ આપતા તેમની સામે એટ્રોસીટી એક્ટ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ચિરાગે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ડ્રાઈવીંગ કરે છે. તા. 22ના રોજ બપોરે પોતે ઘરે હતો ત્યારે મિત્ર તુષાર પારઘીએ વોટ્સએપમાં છ વીડિયો મોકલ્યા હતાં. જેમા રાજુ વલી સંધી નામનો વ્યક્તિ અનુસુચિત જાતિ વિશે અપમાનજનક શબ્દો વાપરી તેમાં ગાળો બોલી તેમજ સમાજના આગેવાનોને પણ અપશબ્દ બોલેલ હતા રાજુ અગાઉ ગોંડલ રોડ ઉપર ખોડિયારનગરમાં રહેતો હતો રાજુએ જ વાળી સીંધીએ વીડિયો બનાવી મોકલેલ હતો આ અંગે માલવિયા પોલીસના પીએસઆઈ પી.પી. ડોડિયા તપાસ ચલાવી રહ્યા છે.