બુટલેગર અને માથાભારે તત્વોના ઘરમાં પોલીસનું વીજ તંત્રને સાથે રાખી ચેકિંગ
02:40 PM Jul 17, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સો, કે જે લોકોની પોલીસતંત્ર દ્વારા યાદી કરાઇ છે, તે પૈકીના પાંચ શખ્સોના નામની યાદી બનાવીને આજે સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા ના માર્ગદર્શન હેઠળ એક પોલીસ ટુકડી બેડી-બેડેશ્વર વિસ્તારમાં પહોંચી હતી.
Advertisement
અને પીજીવીસીએલ ની ટીમને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બુટલેગર અને માથાભારે ગણાતા પાંચ શખ્સોના રહેણાંક મકાનમાં વીજ ચોરી મળી આવી હતી. જેથી તમામ સામે વીજ ચોરી અંગેના જામનગરના વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવી રહ્યા છે, ઉપરાંત પીજીવીસીએલ દ્વારા પાંચેય સામે વીજ ચોરી અંગેના પુરવણી બિલો આપવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્રની આ સરપ્રાઈઝ કાર્યવાહીને લઈને માથા ભારે તત્વો માં ફફડાટ મચી ગયો છે.