કોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસ
કોડીનાર પો.સ્ટે. વિસ્તારના પેઢાવાડા ગામે બાબરવા નદીના કાંઠે બે ઇસમ દેશીદારૂૂની ભઠ્ઠી ચલાવતો હોય જેને પકડી પાડી કોડીનાર પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડેલ આરોપીઓ (1) હીતેશભાઇ નાથાભાઇ વાળા, ઉ.વ.29, ધંધો મજુરી રહે. પેઢાવાડા (ર) કીરણ ઉર્ફે કરણ ટપુભાઇ વાઢેળ, ઉ.વ.31, ધંધો મજુરી, રહે.પાવટી, કબ્જે કરેલ મુદામાલ (1) દેશી પીવાનો દારૂૂ ભરેલ પ્લા. નું કેન નંગ-1 દેશી દારૂૂ આશરે લીટર-ર0 કેન સહીત કી.રૂૂ.4020/- (ર) દેશી દારૂૂ બનાવવાનો ઠંડો આથો ભરેલ પ્લા.ના કેરબા નંગ-16 આથો લીટર 800 કેરબા સહીત કી.રૂૂ.20800/- (3) દેશી દારૂૂ બનાવવાનો ગરમ આથી ભરેલ પતરાનુ બેરલ નંગ-1 આથી લીટર 100 બેરલ સહીત કી.રૂૂ.2700/- મળીને કુલ મુદામાલ કી.રૂૂ.47,920/- કબજે કર્યો.
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, તથા એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા તથા પો.હેડ કોન્સ. લલીતભાઇ ચુડાસમા તથા ઉદયસિંહ સોલંકી