For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર સહિતની ત્રીપુટી હરિયાણાથી દારૂની ખેપ મારતા પોલીસે પકડી

11:44 AM Dec 02, 2024 IST | Bhumika
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર સહિતની ત્રીપુટી હરિયાણાથી દારૂની ખેપ મારતા પોલીસે પકડી
Advertisement

પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી સહિત ત્રણ ઈસમો હરિયાણાથી વેરાવળ વિદેશી દારૂૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાયા હતા. ગીર સોમનાથ એલસીબીએ બાતમી આધારે આજે વહેલી સવારે જુનાગઢ રોડ પર ટોલ બૂથ નજીક રેનોલ્ટ કારમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 3.97 લાખના મુદ્દામાલ સાથે ત્રણેયને જેલ હવાલે કરાયા છે. વિદેશી દારૂૂની ખેપ મારતો પોલીસ કર્મચારી અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, હરિયાણાથી વેરાવળ રેનોલ્ટ કારમાં વિદેશી દારૂૂની સપ્લાય કરવા ત્રણ ઈસમો આવી રહ્યા છે. જે અંતર્ગત એલસીબી પીઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ એ.સી.સિંઘવ, એ.એસ.આઈ નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઈ વંશ અજીતસિંહ પરમાર, નટુભા બસિયા, ગોવિંદસિંહ વાળા તેમજ નરેન્દ્ર પટાટ સહિતનો સ્ટાફ વેરાવળ જુનાગઢ રોડ પર આવેલા ડારી ટોલ બૂથ ઉપર વોચમાં રહ્યા હતા.વહેલી સવારે 05:15 વાગ્યાના સુમારે બાતમીવાળી રેનોલ્ટ કાર પસાર થતાં કારને રોકાવી તલાસી લેતાં કારમાં પાછળના ભાગે છુપાવેલો વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. જ્યારે કારમાં પોલીસ વિભાગમાં જ આઉટસોર્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પૂર્વેશ ઉર્ફે મહાજન રાઠોડ નામનો કર્મચારી જોવા મળતાં પોલીસ પણ દંગ રહી ગઈ હતી.

Advertisement

આ સાથે કોડીનારના મિત્યાજ ગામે રહેતા અને અગાઉ હોમગાર્ડમાં ફરજ બજાવી ચૂકેલો ધર્મેશ ધનજી કવા તેમજ તેનો પિતરાઈ ભાઈ સતીશ પ્રવીણ કવા પણ ઝડપાયા હતા.પોલીસે રીનોલ્ટ કારમાંથી રૂૂ.1,32,792ની કિંમતની રેડલેબલ, બેલેન્ટાઈન, એબ્યુલટ વોડકા જેવી ઊંચી બ્રાન્ડની 120 બોટલ મળી આવતાં ત્રણેયની આગવી ઢબે પૂછપરછ કરતાં ત્રણેય ઈસમો પોપટ બની ગયા હતા. આ દારૂૂનો જથ્થો હરિયાણાના ગુરુગ્રામમાંથી કુલવિંદર નામના વિદેશી દારૂૂના સપ્લાયર પાસેથી મેળવી વેરાવળના મોટા કોળીવાડામાં રહેતા બુટલેગર હિંમત રામજી ગાવડીયાને પહોંચાડવા માટે લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે ત્રણેય ઈસમ ઉપરાંત દારૂૂ મોકલનાર અને મંગાવનાર સહિત પાંચ ઈસમ વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement