મીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનની હત્યા મામલે ત્રણ શંકમંદોને ઉઠાવી લેતી પોલીસ, સાથે દારૂ પીવા બેઠા’તા
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા આવેલા મીરા ઉધોગ વિસ્તાર નજીક ખુલ્લા પ્લોટમા એક લાશ મળી આવતા શહેરની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ત્યા જઇ જોતા યુવકને માથામા પથ્થરનાં ઘા ઝીકી હત્યા કર્યાનુ ખુલ્યુ હતુ. મૃતક મુળ ઓરીસ્સાનો અને છેલ્લા 1પ એક દિવસથી નાળોદા નગરમા ભાડાની ઓરડીમા રહેતો હોવાનુ બહાર આવ્યુ હતુ.
આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ કરતા મૃતક આજી વસાહત નદી કાઠે તે દિવસે જ રાત્રીનાં સમયે દારૂ પીવા બેઠો હતો. ત્યારે તેની પાસે અન્ય 3 વ્યકિત દારૂ પીવા આવ્યા હતા . અને આ સમયે બંને વચ્ચે બોલાચાલી થતા મૃતકે એક યુવાનને ફડાકો ઝીકી દીધો હતો. ત્યારબાદ સવારે લાશ મળી આવી હતી. આ ઘટનામા થોરાળા પોલીસે 3 શકમંદોને ઉઠાવી લઇ સઘન પુછપરછ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ ગઇકાલે સવારનાં સમયે મીરા ઉધોગ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમા આવેલા ખુલ્લા પ્લોટમા એક અજાણ્યા 25 થી 30 વર્ષનાં યુવાનની લાશ મળી આવતા ડીસીપી ઝોન 1 સજનસિંહ પરમાર , એસીપી જાદવ, પીઆઇ એન. જી. વાઘેલા, ક્રાઇમ બ્રાંચ તેમજ એલસીબી ઝોન 1 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને મૃતકનાં વાલી વારસની શોધખોળ શરૂ કરી હતી તેવામા પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યુ કે મૃતક ઓરીસ્સાનો સુધીર ચુમારુ સુના હોવાનુ ખુલ્યુ હતુ. તેમનાં મૃતદેહને મોટા ભાઇએ ઓળખી બતાવ્યો હતો. સુધીર 15 દિવસ પહેલા નાળોદા નગરમા આવેલી ઓરડીમા રહેવા આવ્યો હતો. અને પોતે લાદી ઘસવાનુ કામ કરતો હતો. આ ઘટનામા પીઆઇ એન. જી. વાઘેલા, રાઇટર દિવ્યરાજસિંહ સહીતનો સ્ટાફ તપાસ ચલાવી રહયો છે. ત્યારે પોલીસમાથી વિગતો મળી હતી.
કે સુધીરને કોઇએ માથાનાં ભાગે પથ્થરનાં ઘા ઝીકી હત્યા નીપજાવી હતી. આ ઘટનામા પોલીસે સીસીટીવી ફુટેઝનાં આધારે 3 શકમંદોને ઉઠાવી લીધા હતા. ત્રણેયની પુછપરછ કરતા ત્રણેયે જણાવ્યુ હતુ કે મૃતક સુધીર આજી નદીનાં કાઠે અવાવરૂ સ્થળ પર દારૂ પીવા બેઠો હતો. ત્યારે આ ત્રણેય શકમંદો પણ ત્યા દારૂ પીવા બેઠા હતા. આ દરમ્યાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી જેમા સુધીરે એક યુવાનને ફડાકા ઝીકી દીધા હતા . ત્યારબાદ ત્યાથી ત્રણેય શખસો જતા રહયા હતા. અને બાદમા શું થયુ તેની તેમની જાણ નથી. આ ઘટના મામલે પોલીસે જણાવ્યુ હતુ કે મૃતક મોબાઇલનો ઉપયોગ કરતો નથી. તે જયા રહેતો ત્યા એક વૃધ્ધાનાં મોબાઇલમાથી પોતાનાં કામ માટે કોન્ટ્રાકટરનો સંપર્ક કરતો હતો. હાલ ત્રણેય શકમંદની પુછપરછ કરવામા આવી રહી છે.