કોડીનારના વેલણ ગામેથી રૂા. 5.43 લાખના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપતી પોલીસ
શરાબ કાંડમાં સંકળાયેલ 20 ઇસમો સામે નામજોગ ફરિયાદ દાખલ
કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠેથી પોલીસે 5.43 લાખનો શરાબનો જથ્થો પકડીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી સાથે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત જ આ શરાબ કાંડ સાથે સંકળાયેલા અન્ય 20 ઈસમો સામે પણ નામ જોગ ફરિયાદ દાખલ કરી છે.
ગત તારીખ 27 ઓક્ટોબરના રોજ કોડીનારના વેલણ ગામ ની લાઈટ હાઉસ ખાતે બની હતી આ વખતે ત્રણ ઇસમો એક હોડીમાં 300 પેટી શરાબ લઈ આવે છે અને એ શરાબ ની પેટીઓ બે બોલેરો સહિત ચાર વાહનો માં ભરાય છે આ ચાર વાહનો પકી પૈકી ત્રણ ગાડીમાં 256 જેટલી પેટી માલ ભરાઈ ગયા પછી રવાના થઈ ગઈ હતી ચોથી ગાડી માં માલ ભરાયા પછી તે બંધ પડી જવાથી તેને દોરડે બાંધીને અન્ય ગાડીમાં શરાબ નો જથ્થો ફેરવવાની તૈયારી થતી હતી ત્યારે જ પોલીસને બાતમી મળતા તેઓ તુરત જ ઘટના સ્થળે પહોંચીને 44 પેટી શરાબ કિંમત રૂ. 5.43 લાખના મુદ્દા માલ સાથે ત્રણસોની ધરપકડ કરી હતી. પરંતુ આ વખતે પોલીસ પગ વાળીને બેઠી ન હતી અને ત્રણે ઇસમો ની સધન પૂછપરછ કર્યા પછી આ શરાબ કાંડમાં સંડોવાયેલા અન્ય 20 જેટલા શખ્સો અને કઈ ગાડીમાં કોણ કેટલો માલ લઈને રવાના થયા હતા. તેની પકડાયેલા ઇસમો ના મોબાઇલની કોલ ડીટેલ ઉપરથી નાસી છૂટેલા લોકો સામે પણ ફરિયાદ દાખલ કરી હતી જે ગીર સોમનાથ જિલ્લામાં આવી પ્રથમ ઘટના બની છે અગાઉ મૂળ દ્વારકા ખાતે પકડાયેલા શરાબ સાથે ત્રણ શખ્સો જે પકડાયા હતા તે જ ઇસમો આ વખતના શરાબકાંડમાં પણ સંડોવાયા હોવાનું ખુલ્યું છે
