ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસ

11:22 AM Nov 26, 2024 IST | Bhumika
Advertisement

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગૌર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાના જાળવણીના ભાગરૂૂપે જુગાર તથા દારૂૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા તેમજ આ અસામાજીક પ્રવૃતિ નેસ્ત.નાબુદ કરવા સુચના કરેલ છે.

Advertisement

જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર જે.એન.ગઢવી તાલાલા પો.સ્ટે.ના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એસ.આર.સીસોદીયા તથા પો.હેડ.કોન્સ. પ્રવીણભાઇ ગોવીંદભાઇ વાળા તથા હરેશભાઇ પીઠાભાઇ ભેડા તથા પો.કોન્સ સંજયભાઇ રાજાભાઇ રાઠોડ તથા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ. સંજયભાઇ રાજાભાઇ રાઠોડનાઓની બાતમી હકીકતના આધારે તાલાલા તાલુકાના ગલીયાવડ-ધુસીયા રોડ ઉપર ટ્રાંસફર સીમ વીસ્તારમાં રેઇડ કરી જાહેર રસ્તા ઉપર જુગાર રમતા ધીરેન્દ્રકુમાર ભીમજીભાઈ તન્ના, ઉ.વ.54, રહે.જલારામ સો, તાલાળા, બહાદુર હુસેનભાઇ બ્લોચ, ઉ.વ.35, રહે.પાકીસ્તાન વિસ્તાર, બોરવાવ, તા.તાલાળા, રવજીભાઇ ભીખાભાઇ પરમાર, ઉ.વ.51,રહે.હુસેનાબાદ, તા.માંગરોળ, જિ.જુનાગઢ, મુસાભાઇ ઇસ્માઇલભાઇ ચોરવાડા, ઉ.વ.59, રહે.સેમરવાવ દેવળો, તા.તાલાળા, જુસાભાઇ ઉર્ફે ચીની ઉર્ફે સલીમ મામદભાઇ નારેજા, ઉ.વ.45, રહે.નરસંગ ટેકરી, તાલાળા, તા.તાલાળા (નાસી જનાર), મનીષ મેરામણભાઇ ચારીયા નાસી જનાર ઇસમોને કબ્જે કરેલ મુદામાલ રોકડ રૂૂપીયા 15,060 જુગાર સાહિત્ય ગંજીપાના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

પોલીસ ઇન્સપેકટર જે.એન.ગઢવી તથા એ.એસ.આઇ. એસ.આર.સીસોદીયા તથા પો.હેડ.કોન્સન્સ પ્રવીણભાઇ ગોવીંદભાઇ વાળા તથા હરેશભાઇ પીઠાભાઇ ભેડા તથા પો.કોન્સ સંજયભાઇ રાજાભાઇ રાઠોડ કામગીરી કરી હતી.

Tags :
crimegamblinggujaratgujarat newsTalala
Advertisement
Next Article
Advertisement